સુધરે એ બીજાઃ ટાયર કિલર સ્પીડ બ્રેકરનું સુરસુરિયું, અમદાવાદીઓએ જુગાડ શોધી લીધો

PC: zeenews.india.com

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ રોંગ સાઇડ પર જતા લોકોને પાઠ ભણાવવા માટે એક પ્રયોગ તરીકે ટાયર કિલર સ્પીડ બ્રેકર બનાવ્યા હતા, પરંતુ અમદાવાદીઓ તેનો પણ જુગાડ શોધી લીધો છે અને લોકો રોંગ સાઇડ પર બિન્દાસ્ત જઇ રહ્યા છે. AMCએ આવા સ્પીડ બ્રેકર એટલા માટે મુક્યા હતા કે જો અહીંથી પસાર થાય તો ટાયર ફાટી જાય એટલે બીજી વખત વાહન ચાલક રોંગ સાઇડ પર જવાનું બંધ કરી દે.

રોંગ સાઇડ પર આવતા વાહનોને રોકવા માટે AMCએ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવ્યા હતા. પહેલાં દિવસે તો લોકોએ રોંગ સાઇડ જવાનું બંધ કરી દીધુ એટલે AMCને લાગ્યું કે, આ ફોર્મ્યુલા કામ કરી જશે, પરંતુ સુધરે એ બીજા, બીજા જ દિવસે અમદાવાદીઓ જુગાડ શોધી નાંખ્યો અને ફરી રોંગ સાઇડ પર લોકો વાહનનોને લઇને આવતા થઇ ગયા.

ZEE ન્યૂઝ ગુજરાતીના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે સ્થળ પર જઇને તપાસ કરવામાં આવી તો ખબર પડી કે ટાયર કિલર પર બે સ્પાઇક વચ્ચેથી લોકો સરળતાથી પસાર થઇ જાય છે. લોકોને તેમના ટાયર પંચર થવાનો ડર નથી.

તમે કોઇ પણ કાયદો લાવો, લોકો હમેંશા છટકબારી શોધી જ  લેતા હોય છે. AMCએ પ્રાયોગિક ધોરણે ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવ્યા, પરંતુ તેનો કોઇ ફાયદો થતો હોય તેવું દેખાતું નથી, લોકો હજુ પણ જુગાડ શોધીને રોંગ સાઇડ પરથી બિન્દાસ્ત વાહનોને લઇને જઇ રહ્યા છે.

AMCએ ચાણક્યપુરી બ્રિજથી પ્રભાત ચોક સુધીના વિસ્તારમાં ટાયર કિલર બમ્પર લગાવીને લોકોમાં એવો ડર પેસાડવાની કોશિશ કરી હતી કે, રોગં સાઇડ પર જશો તો આ બમ્પરને કારણે તમારા ટાયર ચિરાઇ જશે.  AMCએ અગાઉ કહ્યું હતું કે, ચાણક્યપુરી બ્રીજથી પ્રભાત ચોક તરફ બંને બાજુના સર્વિસ રોડ પર બમ્પર લગાવાવમાં આવ્યા છે. આ પછી અમદાવાદના કારગીલ ચોક, ઇસ્કોન, શાસ્ત્રીનગર, જજીસ બંગલો વિસ્તારમાં પણ બમ્પર લગાવવામાં આવશે.

 
 
 
View this post on Instagram

A post shared by SuperHumour - Since2014 (@superhumour)

કોઇ પણ શહેરમાં ટ્રાફીકનું નિવારણ કરવા માટે લોકોની જવાબદારી પહેલાં બને છે કે તંત્રએ જે નિયમો બનાવ્યા છે, તેનું  પાલન કરે. ઘણા જવાબદાર લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે પણ છે, પરંતું કેટલાંક એવા જડભરત લોકો એવા હોય છે, જે જાણે નિયમો તોડવા માટે જ પેદા થયા હોય એ રીતે વર્તન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp