લાંચ લેતા ઝડપાયો PI, ગાય ન પકડવા અને દીવાળી બોનસના 20000 લેતો

PC: DainikBhaskar.com

સરકાર રાજ્યમાં ભ્રષ્ટ્રાચાર ન હોવાની વાતો કરે છે પણ જ્યારે અરજદારને સરકારી કચેરીમાં કોઈ કામ કરાવવું હોય તો તેને સરકારી કચેરીઓના ચક્કર લગાવવા પડે છે અથવા તો સરકારી અધિકારી દ્વારા કામ કરી આપવા માટે લાંચની માગણી કરવામાં આવે છે. રાજ્યમાં સરકારી અધિકારી કે કર્મચારી લાંચ લેતા પકડાયા હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકોનો એક અધિકારી 10 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયો હતો. આ લાંચિયા અધિકારીનું નામ એફ.એમ. કુરેશી છે અને તે અમદાવાદ મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડવાના વિભગના PI તરીકે ફરજ બજાવે છે. આ અધિકારીએ એક વ્યક્તિની પાસેથી તેમની ગાયો ન પકડવા માટે અને દિવાળીના બોનસ માટે 20 હજારની લાંચ માગી હતી.

રિપોર્ટ અનુસાર એફ.એમ કુરેશી અમદાવાદ મહાનગરપાલિકાની ઢોર પાર્ટીમાં PI તરીકે ફરજ બજાવે છે. ત્યારે PI એફ.એમ કુરેશીએ એક વ્યક્તિની પાસેથી તેની ગયો નહીં પકડવા માટે અને કેસ નહીં કરવા માટે દર મહીને 10 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. જો અધિકારીની આ વાત ફરિયાદી ન માને તો એફ.એમ કુરેશી ફરિયાદી પર કેસ કરી દેવાની ધમકી આપતો હતો. એફ.એમ કુરેશીએ સોમવારે ફરિયાદીને ફોન કરીને કહ્યું હતું કે, તેની ગાયો નહીં પકડવા માટે 10 હજાર અને દિવાળી આવતી હોવાથી 10 હજાર રૂપિયા બોનસના આપવા માટે જણાવ્યું હતું.

પણ ફરિયાદી પાસે આટલા રૂપિયા નહોવા કારણે તેને એફ.એમ કુરેશીને આ બાબતે રજૂઆત કરી હતી. તેથી એફ.એમ કુરેશીએ 10 હજાર રૂપિયાની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ લાંચની રકમ આપવા માટે એફ.એમ કુરેશીએ ફરિયાદીને એરપોર્ટ સર્કલ નજીક આવેલી એક હોટેલના ટેરેસ પર બોલાવ્યો હતો. પણ ફરિયાદી એફ.એમ કુરેશીને પૈસા આપવા માટે માગતો નહોતો. તેથી તેને 1064 નંબર ફોન કરીને એન્ટી કરપ્શન બ્યુરોમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. તેથી ACBના અધિકારીઓએ એફ.એમ કુરેશીને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. જ્યારે અધિકારી એફ.એમ કુરેશી લાંચની રકમ લેવા માટે આવ્યો અને ફરિયાદી પાસેથી લાંચ સ્વીકારી એટલે તરત જ એફ.એમ કુરેશીને ACBએ ઝડપી લીધો હતો.

મહત્ત્વની વાત છે કે, અમદવાદમાં રખડતા ઢોરની સમસ્યા ખૂબ જ વધારે છે. પણ CNCD વિભાગના કેટલાક અધિકારી અને કર્મચારીઓ કામ ન કરીને તેમના ઢોર ન પકડવા માટે લાંચની માગણી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp