અમદાવાદ પોલીસે બાળકો પાસે ભીખ મગાવતી અને ચોરી કરાવતી ગેંગની કર્યો પર્દાફાશ

PC: zeenews.com

ઘણી વાર કેટલાક ઇસમો સગીરવયના બાળકો પાસેથી ચોરી કરવતા હોય છે. તો કેટલાક લોકો તેમની પાસે ભીખ મંગાવતા હોય છે. ત્યારે અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાંચે બાળકો પાસે ચોરી કરાવતી અને ભીખ મંગાવતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીની પાસેથી 17 જેટલા બાળકોને મુક્ત કરાવ્યા હતા અને તેમને અલગ અલગ સંસ્થાઓમાં મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે બે આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

એક રીપોર્ટ અનુસાર અમદાવાદના વટવા વિસ્તારમાંથી પોલીસે ચોરી કરતી બે સગીરાની ધરપકડક કરી હતી. બંને સગીરાની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેઓ આ કામ જાતે નથી કરતી પણ તેમની પાસે કરાવવામાં આવે છે. આ કામ કરવા પાછળ આનંદી સલાટ નામની મહિલાનો હાથ છે. આનંદી સલાટ નામની મહિલા આ બે સગીરા પાસે જ નહીં પણ અન્ય કેટલાક બાળકો પાસે પણ ભીખ મંગાવે છે અને ચોરી કરવા માટે મજબૂર કરે છે.

સગીરાના કહેવા અનુસાર મહિલા ક્રાઈમ બ્રાંચે આનંદી સલાટ નામની મહિલાની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે પોલીસને બાતમીના આધારે વટવા વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડ્યો હતો. જયારે પોલીસકર્મીઓ મકાનમાં ગયા હતા. ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા. કારણ કે, આ મકાનમાંથી 8 મહિનાથી લઈને 20 વર્ષ સુધીના 17 જેટલા બાળકો પોલીસને મળી આવ્યા હતા.

પોલીસે તમામ બાળકોને મૂકત કરાવીને આનંદી સલાટ અને તેના એક સાગરીતની ધરપકડ કરી હતી. હાલ પોલીસ દ્વારા મહિલા અને તેનાં સાગરિતની પૂછપરછ કરીને જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે, મહિલા અને તેનો સાગરિત કેટલા સમયથી બાળકો પાસે ભીખ મંગાવતો હતો અને ચોરી કરાવતો હતો. આ ઉપરાંત તેઓની સાથે કોઈ અન્યની સંડોવણી છે કે, નહીં. મહિલા ક્રાઈમ બ્રાંચે તમામ બાળકોને મુક્ત કરાવીને અલગ અલગ સંસ્થાઓમાં મોકલી આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp