CM ભૂપેન્દ્ર પટેલના દીકરાને બ્રેન સ્ટ્રોક, અમદાવાદથી મુંબઈની હોસ્પિટલમા લઈ જવાયા

PC: twitter.com

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલને રવિવારના રોજ બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ અમદાવાદની કેડી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. પરંતુ સોમવારના રોજ વધુ ઈલાજ માટે એર એમ્બ્યુલન્સથી તેને મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. અનુજ પટેલનો આગામી સારવાર મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં થશે. હિન્દુજા હોસ્પિટલના ડૉક્ટર મિશ્રાએ અમદાવાદમાં ભરતી અનુજ પટેલની મેડિકલ તપાસ કરાવી હતી, ત્યાર બાદ તેને મુંબઈની હોસ્પિટલમાં એડમીટ કરવાની સલાહ આપવામાં આવી હતી.

અમદાવાદની કેડી હોસ્પિટલ તરફથી એક મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, CM ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલને રવિવારે બપોરે 2.45 કલાકે કેડી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા અને બ્રેન સ્ટ્રોકથી પીડિત અનુજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમની હાલત સ્થિર છે અને એક્સપર્ટ ડૉક્ટરની ટીમની દેખરેખ હેઠળ ઈલાજ ચાલી રહ્યો છે.

ભાજપ સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પરિમલ નથવાણી અનુજના ખબર અંતર પૂછવા હોસ્પિટલ ગયા હતા. બીજી બાજુ CM ભૂપેન્દ્ર પટેલ સોમવારે જામનગરમાં થનારા ગુજરાત ગૌરવ દિવસના કાર્યક્રમમાં સામેલ નહીં થાય. રવિવારે જ્યારે CM ભૂપેન્દ્ર પટેલને બ્રેન સ્ટ્રોકની સુચના આપવામાં આવી ત્યારે તેઓ મન કી બાત કાર્યક્રમને સાંભળવા માટે શીલજ ગયા હતા. અનુજ સિવાય CM ભૂપેન્દ્ર પટેલને એક દીકરી પણ છે. રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હિન્દુજા હોસ્પિટલ પહોંચ્યા હતા અને CM ભૂપેન્દ્ર પટેલને તેમના દીકરા અનુજ અંગે ખબર અંતર પૂછ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp