અમદાવાદના એક ફ્લેટમાં સેવિંગ ક્રિમની બોટલમાં બ્લાસ્ટ થયો

PC: youtube.com

તમે ઘરમાં ગેસની બોટલ બ્લાસ્ટ થવાના કિસ્સાઓ સાંભળ્યા હશે પરંતુ તમે ક્યારેય સેવિંગ ક્રીમની બોટલ બ્લાસ્ટ થવાનો કિસ્સો સાંભળ્યો છે. આ કિસ્સો સાંભળ્યા પછી તમે તમારા ઘરમાં સેવિંગ ક્રીમની બોટેલ રાખતા બંધ થઇ જશો કારણ કે, અમદાવાદના એક ફ્લેટના બાથરૂમમાં સેવિંગ ક્રીમની બોટલ બ્લાસ્ટ થઈ હતી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, બાથરૂમની સીલીંગમાં પણ હોલ પડી ગયો હતો.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા એરીસ્ટા કોર્ટયાર્ડ ફ્લેટના એક મકાનના બાથરૂમમાં અચાનક એક ભેદી બ્લાસ્ટ થવાની ઘટનાની બની હતી. બાથરૂમમાંથી બ્લાસ્ટ થવાનો આવાજ આવતા પરિવારના સભ્યો બાથરૂમમાં જોવા ગયા હતા. જ્યારે બાથરૂમનો દરવાજો ખોલ્યો ત્યારે આખું બાથરૂમ ફીણથી ભરાઈ ગયુ હતું.

સેવિંગ ક્રીમની બોટલમાં બ્લાસ્ટ એટલો જોરથી થયો હતો કે, બાથરૂમની સીલીંગમાં એક હોલ પડી ગયો હતો અને બાથરૂમનો સાવરનો હેડ તૂટી ગયો હતો. સેવિંગ ક્રીમની બોટલમાં બ્લાસ્ટ થવાની ઘટનાને પગલે પરિવારના સભ્યોએ કંપની સામે કાયદેસરના કાર્યવાહી કરવાની તૈયારી પણ બતાવી હતી.

પરિવારના એક સભ્યએ જણાવ્યુ હતું કે, બાથરૂમમાં કઈ થયુ એવું લાગ્યું હતું, ત્યારે બાથરૂમમાં જોવા ગયા અને ફોમ દેખાયું. ફોમમાં અમે જે સેવિંગ ક્રીમ વાપરતા હતા, તેની સ્મેલ આવી રહી હતી. જે જગ્યા પર અમે સેવિંગ ક્રીમનું ટીન મૂકીએ ત્યાં તે નહતું માત્ર ફોમ જ હતું.

આ બાબતે ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેવિંગ ક્રીમની બોટેલની આ ઘટના બની છે અને તેની હિસ્ટ્રી જાણવાનો પ્રયાસ કરતા એવી માહિતી મળી હતી કે, આ સેવિંગ ક્રીમની બોટલ છ મહિના જૂની બોટલ હતી અને તેમાંથી 50% જેટલી સેવિંગ ક્રીમ વપરાઈ પણ ગઈ હતી. આ પરિસ્થિતિમાં બોટલને વધારે હલાવવામાં આવી હોય અને વધારે પડતી તે પ્રેસરાઈઝ થાય તો આ શક્યતાને નકારી શકાય નહીં. પણ વપરાશ કર્તા પાસેથી માહિતી જાણવા મળી હતી કે, આ બોટલને હલાવવામાં આવી નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp