કેમિસ્ટ એસો.ના ચેરમેને કહ્યું અમૂલ પાર્લરમાં મળતા N95 માસ્ક હલકી ગુણવત્તાના

PC: youtube.com

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ હવે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન ચારમાં લોકોને ઘણી છૂટછાટ આપવામાં આવી છે ત્યારે લોકોને માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવું ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે ત્યારે રાજ્ય સરકાર દ્વારા લોકોને માસ્ક સસ્તા મળી રહે તે માટે N-95 માસ્કનું વેંચન અમૂલ પાર્લર પરથી 65 રૂપિયામાં કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે N-95 માસ્કને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અમૂલ પાર્લર પર વેંચવામાં આવતા માસ્કની ગુણવત્તા હલકી હોવાનું કેમિસ્ટ એસોસિએશનના ચેરમેન જશુવંત પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે.

કેમિસ્ટ એસોસિએશનના ચેરમેન જશુવંત પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ક્વાલિટી હાથમાં પકડે એટલે ખબર પડી જાય કેવી છે. સરકારે જયારે ડૉક્ટરો માટે N-95ની ખરીદી કરી હતી, ત્યારે તેનો રિપોર્ટ ડુપ્લીકેટનો આવ્યો હતો. સરકાર લોકોને સ્વાસ્થ્યની ચિંતા કરીને નિર્ણય કરતી હોય અને કેમિસ્ટ એસોસિયેશનને સાથે રાખીને નિર્ણય લીધો હોત તો. આવા માસ્ક તો મારો દવાનો વેપારી 50 રૂપિયામાં પણ વેંચી શકે છે. ઓરીજનલ માસ્ક 105 અને 135 રૂપિયામાં પડતા હતા અને રાતોરાત સરકાર દ્વારા માસ્ક અમૂલ પાર્લર પરથી મળશે એવી જાહેરાત કરી એટલે વેપારી અને કસ્ટમર વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ થયું. હલકી ગુણવત્તાના માસ્ક દેખાય છે. આ માસ્કનું આયુષ્ય આઠ કલાકથી વધારે નથી. અમૂલ કોર્નર પર કોઈ બીલની વ્યસ્થા નથી. આ માસ્ક વિધાઉટ બીલમાં અપાતા હોય તો તેની ખરાઈ ક્યાં અને કેવી રીતે થશે. સરકાર લોકોના સ્વસ્થની ચિંતા કરતી હોય તો તેની સાથ-સાથે સારી ક્વાલિટીની પણ ચિંતા કરવાની જરૂર છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, વિપક્ષે કાલે વાત કરી હતી કે, 49.51 રૂપિયામાં જે માસ્કની વાત હતી, તે 65માં વેંચાય છે. તો સેવાના બહાને નફાખોરી માટે અમૂલને ધંધો સોંપી દીધો છે એ ચોખ્ખે ચોખ્ખું દેખાય છે. એસોસિએશનને સાથે રાખીને કામ કરશો તો કસ્ટમરને સસ્તા માસ્ક મળશે તેની હું ખાતરી આપું છું. N-95 માસ્કમાં પાંચ લેયર બનેલા હોય છે. અ માસ્કમાં હાથી અને ઘોડાનો ફેર હોય તેવું દેખાય રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા પણ રાજ્ય સરકારની સામે માસ્કના વેચાણમાં નફાખોરી કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને હવે કોંગ્રેસ પછી કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ દ્વારા પણ સરકાર દ્વારા અમૂલ પાર્લર પણ મળતા N-95 માસ્કની ગુણવત્તા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp