વડોદરાની સયાજીરાવ હોસ્પિટલની હાલત થઈ ખંડેર જેવી, જુઓ અંદરના દૃશ્યો

PC: khabarchhe.com

વડોદરાની સર સયાજીરાવ હોસ્પિટલની હાલત ખંડેર જેવી બની છે. રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા આ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ લેવામાં આવી હતી ત્યારે સર સયાજીરાવ હોસ્પિટલને શણગારી દેવામાં આવી હતી. પરંતુ આ મુલાકાતના થોડાં મહિનાઓ બાદ જ બીમાર લોકોને સ્વસ્થ કરતી હોસ્પિટલ જ બીમાર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હોસ્પિટલની હાલત જોતા તો એવું લાગે કે દર્દી આ હોસ્પિટલમાં રોગમાંથી મુક્તિ મેળવા નહીં પરંતુ વધારે રોગી બનવા માટે આવે છે.

વડોદરાની સર સયાજીરાવ હોસ્પિટલની હાલત ખંડેર જેવી બની છે. હોસ્પિટલમાં આપવામાં આવતી સુવિધા વિશે વાત કરવામાં આવે તો હોસ્પિટલમાં એક્સ-રેની સુવિધા તો આપવામાં આવી છે પરંતુ એક્સ-રે રૂમની હાલત એટલી ખરાબ છે કે એક્સ-રે સુકવવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા એક્સ-રે રૂમમાં દોરી બાંધીને એક્સ-રે લટકાવવામાં આવે છે.

રોગોની સારવાર કરાવવા માટે આવેલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે પરંતુ જે જગ્યા પર દર્દીઓને દાખલ કરવામાં આવે છે તે જગ્યા પર પાણી ભરાયેલું જ રહે છે. પાણી ભરાવાને કારણે દર્દીઓને હોસ્પિટલમાં ઘણી તકલીફોનો સામાનો કરવો પડે છે. હોસ્પિટલમાં દર્દીઓને પીવા માટે આપવામાં આવતા પાણીના કુલરમાં પણ રેતી અને અન્ય કચરો જોવા મળે છે. પીવાના પાણીના કુલરમાં કચરો જોઈને દર્દીઓ હોસ્પિટલનું પાણી પી શકતા નથી અને તેમને બહારથી જ પીવાનું પાણી લાવવું પડે છે.

દર્દીઓને મુશ્કેલીના કે ઈમરજન્સીના સમયે ઉપયોગ કરવામાં આવતી લિફ્ટ પણ બંધ હાલતમાં છે. હોસ્પિટલમાં લિફ્ટની જગ્યા પર લોકો પાન-મસાલા ખાઈને થૂંકે છે અને કચેરો નાંખે છે. જેના કારણે લિફ્ટની જગ્યા થૂંકદાની અને કચરા પેટી બની ગઈ હોઈ તેવું લાગે છે.

હોસ્પિટલના બહારના એરિયામાં હોસ્પિટલની ગટરનું પાણી ઉભરાઈ છે. જેના કારણે માખી, મચ્છર અને લીલનું પ્રમાણ હોસ્પિટલમાં સતત વધી રહ્યું છે. ગંદકીના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સખત દુર્ગંધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં ઠેર ઠેર કચરા પેટી તો મૂકવામાં આવી છે પરંતુ આ કચરા પેટીનો ઉપાયોગ થતો જ નથી. કચરો કચરાપેટીમાં નાખવાના બદલે કચરો ગમે ત્યાં નાંખી દેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp