અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે આપી એક મોટી જવાબદારી

PC: ndtvimg.com

ગુજરાતમાં પર પ્રાંતિય મુદ્દે વિવાદમાં ઘેરાયેલા ઓબીસી નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉપર કોંગ્રેસ હાઈકમાન્ડે વિશ્વાસ મુકીને રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપી છે.

ગુજરાતમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી છે. દરમિયાન રાજસ્થાન સહિત ચાર વિધાનસભાની ચૂંટણીમાં સત્તા મેળવવા કવાયત આરંભી છે. તાજેતરમાં પરપ્રાંતિય મુદ્દે અલ્પેશ ઠાકોરના નિવેદનથી વિવાદ સર્જાયો હતો. તેમજ પરપ્રાંતિય ઉપર હુમલાઓના બનાવો બન્યા હતા. જેથી કોંગ્રેસ અને અલ્પેશ ઠાકોરની છબી ખરડાઈ હતી. આ મુદ્દે ભાજપે પણ કોંગ્રેસને ઘેરવાના પ્રયાસ કર્યા હતા. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે અલ્પેશ ઠાકોર ઉપર વિશ્વાસ મુકીને રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપી છે. ચાર નેતાઓને અલગ-અલગ ઝોન અનુસાર જવાબદારીઓ સોંપવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં ફેરફારની છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી છે. ત્યારે હવે ટુંક સમયમાં જ કોંગ્રસનું નવુ માળખુ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા માળખાને મંજુરીની મહોર મારી હોવાનું જાણવા મળે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp