રામ મંદિરને અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કરનારા 17ને વડોદરા પોલીસનું તેડુ

PC: youtube.com

9 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિર બાબતે ચૂકાદો આપવામાં આવ્યો હતો. જેમાં વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવા અને મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં અન્ય જગ્યા પર 5 એકર જમીન ફાળવવાના આદેશ કર્યા હતા. સુપ્રીમ કોર્ટના ચૂકાદા પહેલા જ દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. ચૂકાદાના આગળના દિવસે એટલ કે, 8 નવેમ્બરથી જ પોલીસ સોશિયલ મીડિયા પર બાઝ નજર રાખી રહી હતી અને જેમા ભડકાઉ મેસેજ વયારલ કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

વડોદરામાં 8 નવેમ્બરના રાત્રીના સમયે જ સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવતી પોસ્ટ પર ઝીણવટ ભરી નજર રાખવામાં આવી રહી હતી. જેમાં પોલીસે 17 જેટલા લોકોને આપત્તિજનક પોસ્ટ અપલોડ કરવા બાબતે આઇડેન્ટિફાઈ કર્યા હતા અને ત્યારબાદ તેમની વિગત મેળવી હતી. આ 17 લોકોને તેમને કરેલી પોસ્ટ બાબતે પોલીસે ફોન કરીને ક્રાઈમ બ્રાંચમાં બોલાવ્યા હતા. અયોધ્યા ચૂકાદા પહેલા જ વડોદરામાં સયાબર સેલ દ્વારા 20 સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી અને આ ટીમને સોશિયલ મીડિયાની તમામ મુમેન્ટ પર નજર રાખવા માટે જણાવ્યું હતું.

આ 17 લોકોમાંથી એક વ્યક્તિ આંતરરાષ્ટ્રીય સંગઠનનો સભ્ય હતો અને તેને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટથી ઉશ્કેરણી જનક પોસ્ટ અપલોડ કરી હતી. આ વાત સાયબર ક્રાઈમના ધ્યાને આવતા તે વ્યક્તિની વિગત મેળવીને તેને ફોન કરવામાં આવ્યો હતો. જ્યારે કાર્યકર્તાએ ફોન ઉપાડ્યો ત્યારે તેને જણાવ્યું કે, તે હાલ વડોદરામાં નથી મોરબીમાં છે, ત્યારે પોલીસ તે વ્યક્તિને જણાવ્યું હતું કે, હવે તમારીથી હવે વડોદરામાં નહીં અવાય કારણ કે, તમે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ અપલોડ કરી છે તેનાથી કોઈ પણ અનિચ્છનીય ઘટના બનશે, તો તમારી મુશ્કેમાં વધારો થશે.

પોલીસની આ વાત સમાંભાળીના આંતરરાષ્ટ્રીય સંગઠનના કાર્યકર્તાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર મુકેલી પોસ્ટ તાત્કાલિક હટાવી દીધી હતી અને પછી શાંતિની અપીલ કરતી પોસ્ટ અપલોડ કરી હતી.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp