અમદાવાદમાં મેટ્રો ટ્રેનના સ્ટેશન પરથી 15 કિલો તાંબાની પ્લેટોની થઈ ચોરી

PC: youtube.com

ગુજરાત પોલીસનો ડર ચોર, લુંટારૂઓને ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં ચોર એટલા બેફામ બન્યા છે કે, સરકારી એમ્બ્યુલન્સ અને ભગવાનના મંદિરને પણ નથી બક્ષતા. ત્યારે અમદાવાદીઓ જે મેટ્રોની વર્ષોની રાહ જોઈ રહ્યા હતા. તે મેટ્રો ટ્રેન શરૂ થઇ પણ મેટ્રો ટ્રેન શરૂ થતાની સાથે લોકલ ટ્રેનની જેમ મેટ્રો ટ્રેનના સ્ટેશનમાંથી ચોરી થવાનો સીલસીલો શરૂ થઇ ગયો છે. લોકોને સુરક્ષિત મેટ્રોના વાયદાઓ કરતી મેટ્રો ટ્રેનના સ્ટેશનો જ ચોર તસ્કરોથી સુરક્ષીત નથી. કારણ કે, મેટ્રો ટ્રેનનાં પાટા પરથી 15 કિલો તાંબાની પ્લેટો ચોરી થવા મામલે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બનાવવમાં આવતા મેટ્રો સ્ટેશનમાં પાટા પર લગાવામાં આવેલી 15 કિલોની તાંબાની પ્લેટો ચોરી થવાની ઘટના બનવા પામી હતી, આ ઘટનાની જાણ મેટ્રોના અધિકારીઓને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ અમરાઈવાડી પોલીસને કરી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને ચોરને પકડવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટના પરથી સવાલો એ ઉભા થાય છે કે, મેટ્રો ટ્રેન સરકારનો મહત્ત્વ પૂર્ણ પ્રોજેક્ટ છે અને મેટ્રોની કામ શરૂ હોવાના કારણે લોકોની ચહલ પહલ એ જગ્યા પર વધારે હોય, ત્યારે આ ચોરીની ઘટના બનતા મેટ્રો સ્ટેશન પર સુરક્ષાનો અભાવ હોવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp