ગુજરાતમાં આજે નવા 1136 કેસ, આ 2 રાજ્યોમાં એક દિવસમાં 10000 ઉપર નવા કેસ

PC: khabarchhe.com

ગુજરાતમાં આજે 1136 નવા કેસો સામે આવ્યા છે અને ICMRની નવી ગાઇડલાઇન મુજબ 24 લોકોના મરણ થયા છે, જ્યારે 875 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા કેસોની સંખ્યાના સમાવેશ સાથે ગુજરાતમાં 62574 કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા થઇ ગઇ છે. જેમાં 78 લોકો વેન્ટીલેટર પર છે, જ્યારે 14249 સ્ટેબલ છે. 45782 દર્દીઓને અત્યારસુધીમાં ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 2465 લોકોના મોત થયા છે.

આજે 24 લોકોના મોત થયા છે, જેમાંથી 12 લોકો સુરત જિલ્લાના છે, જ્યારે અમદાવાદના 4 લોકોના નિધન થયા છે. મહેસાણા અને વડોદરામાં 2-2 લોકો, જૂનાગઢ, નવસારી, પાટણ અને પોરબંદરમાં 1-1 લોકોના નિધન થયા છે. ગુજરાત સરકારે અત્યારસુધીમાં 791080 ટેસ્ટ કર્યા છે. હાલમાં ગુજરાતમાં કુલ 480456 લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે, જેમાંથી 478781 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે, 1675 સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન હેઠળ છે.

આજની નવા કેસોની જિલ્લાવાઇઝ વિગત...

સુરત 262 કેસ

અમદાવાદ 146 કેસ

વડોદરા 95 કેસ

રાજકોટ 87 કેસ

જામનગર 42 કેસ

ભાવનગર 44 કેસ

ગાંધીનગર 40 કેસ

જૂનાગઢ 29 કેસ

મહેસાણા 46 કેસ

ગીર સોમનાથ 37 કેસ

દાહોદ 30 કેસ

સુરેન્દ્રનગર 29 કેસ

ખેડા 20 કેસ

કચ્છ 20 કેસ

નર્મદા 19 કેસ

વડોદરા 19 કેસ

બનાસકાંઠા 17 કેસ

વલસાડ 17 કેસ

ભરૂચ 16 કેસ

મોરબી 16 કેસ

પાટણ 14 કેસ

બોટાદ 13 કેસ

આણંદ 12 કેસ

સાબરકાંઠા 12 કેસ

અમરેલી 11 કેસ

મહીસાગર 11 કેસ

નવસારી 11 કેસ

પોરબંદર 10 કેસ

પંચમહાલ 9 કેસ

છોટા ઉદેપુર 7 કેસ

દેવભૂમિ દ્વારકા 4 કેસ

અરવલ્લી 3 કેસ

ડાંગ 2 કેસ

(ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડા)

દેશની વાત કરીએ તો 1 ઓગસ્ટ સવારે 8 કલાક સુધીના રિપોર્ટ મુજબ દેશમાં નવા 57118 કેસ સામે આવ્યા છે, જેની સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 1695988 પર પહોંચી ગઈ છે અને અત્યારસુધીમાં દેશમાં 36511 લોકોના મોત થયા છે. જ્યારે 565103 એક્ટિવ કેસ છે અને 1094374 સાજા થયા છે. આજે 36569 લોકો સાજા થયા છે. આજે 764 લોકોના મોત થયા છે. કુલ ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 525689 ટેસ્ટ થયા છે અને અત્યારસુધીમાં કુલ  19358659 ટેસ્ટ થયા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 422118 કન્ફર્મ કેસ છે, જ્યારે ત્યારબાદ તામિલનાડુમાં 245859 કેસ છે. આંધ્ર પ્રદેશમાં પણ 140933 કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 14994 મોત થયા છે, જ્યારે તામિલનાડુમાં 3935 અને આંધ્ર પ્રદેશમાં 1349 મોત થયા છે. મહારાષ્ટ્રમાં આજે 10320 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે તામિલનાડુમાં 5881 અને આંધ્ર પ્રદેશમાં 10376 કેસ નવા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 256158 લોકો રિકવર થઇ ગયા છે, જ્યારે તામિલનાડુમાં 183956 અને આંધ્ર પ્રદેશમાં 63864 લોકો રિકવર થઇ ગયા છે.

અન્ય રાજ્યોની વાત કરીએ તો કર્ણાટકમાં 5483 ઉત્તર પ્રદેશમાં 4422, પશ્ચિમ બંગાળમાં 2496, તેલગાંણામાં 1986, બિહારમાં 2756 અને આસામમાં 1865 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે વિશ્વની વાત કરીએ તો કુલ 17,354,751 પોઝિટિવ કેસો દુનિયામાં આવી ગયા છે અને 674,291 લોકોના મોત થયા છે. આજે દુનિયાભરમાં 248,744 નવા કેસ સામે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp