અમદાવાદ: 9 લોકોને કચડનાર દીકરાના બાપના કાળા કરતૂતો બહાર આવ્યા, બળાત્કાર...

અમદાવદમા બુધવારે મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ પર એક માલદાર બાપના વંઠેલ બેટાએ રોકેટ ગતિએ જેગુઆર ચલાવીને 9 લોકોની જિંદગી હણી નાંખી હતી. જેગુઆર ચલાવનાર યુવર તથ્ય પટેલ હતો અને પોલીસની તપાસમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના અનેક કાળા કરતૂતોની કરમ કહાણી સામે આવી છે. આલિશાન હરે શાંતિ બંગલામાં રહેનાર પ્રજ્ઞેશ પટેલના કપૂતે 9 લોકોના પરિવારની શાંતી છીનવી લીધી છે.
બુધવારે રાત્રે તથ્ય પટેલ જેગુઆર કાર એટલી સ્પીડમા ચલાવતો હતો કે જ્યારે અક્સમાત થયો ત્યારે લોકો ફુટબોલની જેમ ફંગોળાયા હતા. તથ્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હવે પોલીસ તપાસમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના કાળા કરતૂતો સામે આવ્યા છે. પ્રજ્ઞેશે સૌરાષ્ટ્રની એક યુવતી પર ડ્રગ્સનો નશો કરીને બળાત્કાર કર્યો હતો અને યુવતી પાસેથી 30,000 રૂપિયા પડાવ્યા હતા. તેની સામે અનેક ગુના નોંધાયેલા છે.
વર્ષ 2020માં સૌરાષ્ટ્રની એક યુવતીને નોકરી અપાવવાની લાલચ આપીને પ્રજ્ઞેશ અને તેના સાથીદારોએ એમડી ડ્રગ્સનો નશો કરીને યુવતી પર ગેંગરેપ કર્યો હતો. તે સમયે પ્રજ્ઞેશ પટેલ અને જિતેન્દ્ર ગોસ્વામી સહિત કુલ 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. આ નરાધમોએ એક વાર નહીં, પરંતુ અનેક વાર યુવતી પર બળાત્કાર કર્યો હતો.
પ્રજ્ઞેશ પટેલ અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા એક આલિશાન બંગલામાં રહે છે. તથ્ય પટેલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને 19 વર્ષનો છે.જ્યારે તથ્યના અકસ્માતની પરિવારને જાણ થઇ ત્યારે બંગલામાંથી તેઓ ગાયબ થઇ ગયા હતા.
પોલીસે કહ્યું હતું કે તથ્ય પટેલ જ્યારે કાર ચલાવતો હતો ત્યારે તેની સાથે કારમાં એક યુવતી અને અન્ય વ્યક્તિ પણ હતો.
પોલીસ જ્યારે પ્રજ્ઞેશ પટેલના ઘરે તપાસ કરવા ગઇ તો ચોકીદારે કહ્યું કે, પરિવારના લોકો હોસ્પિટલ જવાનું કહીને ગયા છે. પરંતુ પ્રજ્ઞેશ પટેલ કે તથ્યાની માતા કોઇનો અત્તોપત્તો મળ્યો નહોતો. પોલીસે પ્રજ્ઞેશ પટેલના ફોન પર અનેક વખત ટ્રાય કરી હતી, પરંતુ તેનો ફોન સતત સ્વીચ ઓફ બતાવતો હતો.
તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે સોલામાં 2, શાહપુરમાં 1, રાણીપમાં 1, ક્રાઇમ બ્રાન્ચમાં 1, મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં 1, ડાંગમાં Nc ફરિયાદ અને મહેસાણામાં 1 ફરિયાદ નોંધાયેલી છે. મતલબ કે પ્રજ્ઞેશ પટેલનો ગુનાહીત ઇતિહાસ છે અને હવે તેના નબીરાએ 9 લોકોની જિંદગી છીનવી લીધી છે.
બુધવારે ટ્રાફીક PI વી બી દેસાઇ પોતે ફરિયાદી બન્યા છે અને જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તથ્ય પટેલને સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને હોસ્પિટલે પોલીસને આરોપીની પુછપરછ નહીં કરવા અને 24 કલાક સુધી ધરપકડ નહી કરવાની વિનંતી કરતા પોલીસ હમણાં તથ્ય પટેલની પુછપરછ નહીં કરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp