અમદાવાદમાં એક વ્યક્તિના પેટમાંથી ડૉક્ટરોએ ખીલી, બોલ્ટ સહિત 452 વસ્તુઓ કાઢી

PC: youtube.com

કોઈ વ્યક્તિના પેટમાં નાનકડી ખીલી ચાલી જાય તો તે વ્યક્તિને અપાર પીડા થાય અને જ્યારે ડોક્ટર દ્વારા ઓપરેશન કરીને આ ખીલીને પેટની બહાર કાઢવામાં આવે છે, ત્યારે તે વ્યક્તિને પીડાથી મૂક્તિ થાય છે. પણ એમ કહેવામાં આવે તો એક જ વ્યક્તિના પેટમાં 400 કરતા ધાતુને વસ્તુ નીકળી તો શું આ વાત પર વિશ્વાસ આવે ખરો, આ પ્રકારનો એક કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં એક દર્દીનું ઓપરેશન કરીને ડોક્ટરોએ દર્દીના પેટમાંથી ખીલ્લી, બાઇકનો પ્લગ, નેઇલકટર, બોલ્ટ, પીન સહીતની કુલ 452 વસ્તુ કાઢી હતી.

એક રીપોર્ટ અનુસાર અમદાવાદની મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એક દર્દીને અલગ અલગ વસ્તુ ખાવાની ટેવ હતી. તે વ્યક્તિ, ખીલા, પીન અને બોલ્ટ જેવી વસ્તુઓ ગળી જતો હતો. આ બાબતે જયારે મેન્ટલ હોસ્પિટલના સ્ટાફની ખબર પડતા તેઓએ આ દર્દીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં તબીબોએ દર્દીના પેટનો એક્સ-રે કરાવ્યો હતો, ત્યારે તબીબો પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા કારણ કે, આ દર્દીના પેટમાં મોટી સંખ્યામાં મેટલની વસ્તુઓ જોવા મળી હતી.

દર્દીના પેટમાં રહેલી મેટલની તામામ વસ્તુઓ બાહર કાઢવા માટે તેને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં ડોક્ટરો દ્વારા દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ. ઓપરેશન દરમિયાના દર્દીના પેટમાંથી 452 જેટલી મેટલની અલગ અલગ વસ્તુઓ નીકળી હતી. જેમાં ખીલ્લી, બાઇકનો પ્લગ, નેઇલકટર, બોલ્ટ, ખીલી, સોય અને પીન સહીતની વસ્તુઓ હતી. સર્જરી વિભાગના ડોક્ટર કલ્પેશ પરમાર, ડોક્ટર વસિષ્ઠ જલાલ, ડોક્ટર આકાશ શાહ અને ડોક્ટર નિસર્ગ પટેલની ટીમ દ્વારા સફળતા પૂર્વક દર્દીનું ઓપરેશન કરીને દર્દીને નવું જીવન આપવામાં આવ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp