એસ્ટેટ બ્રોકરને ટ્રાફિક પોલીસ સામે PIનો રોફ જમાવવો પડ્યો ભારે

PC: dnaindia.com

અમદાવાદ શહેરના પોશ ગણાતા પ્રહલાદનગર વિસ્તારમાં એસ્ટેટ બ્રોકરે પોતાની મોટરકારને લોક મારનાર ટ્રાફિક પોલીસ કર્મચારી સામે PI તરીકે રોફ જમાવીને દમ મારવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રહલાદનગરમાં રહેતા એક એસ્ટેટ બ્રોકર વિનોદ રાઠોડની કારને રમેશ જીવાભાઈ નામના ટ્રાફિક કોન્સ્ટેબલે લોક માર્યું હતું. કાર ગેરકાયદે પાર્ક કરવામાં આવી હોવાથી લોક મારવામાં આવ્યું હતું. થોડા સમય પછી આ ગાડીનો માલિક કોન્સેટબલ પાસે આવ્યો હતો. તેમજ ગાડીને લોક કરવાની હિંમત કઈ રીતે થઈ તેવું કહી પોતે રાણીપ પોલીસ સ્ટેશનનો PI તરીકે ઓળખ આપીને ટ્રાફિક પોલીસ કર્મચારીને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

એસ્ટેટ બ્રોકરે PI તરીકે ઓખળ આપીને કહ્યું કે પોલીસ કર્મચારી હોવાથી દંડ ભરવા બંધાયેલો નથી. બીજી તરફ બ્રોકરના વર્તન પર શંકા જતા ટ્રાફિક પોલીસ કર્મચારીએ પોલીસ કન્ટ્રોલમાં ફોન કરીને ઘટનાની માહિતી આપી હતી. રાણીપ પોલીસ મથકમાં વી.એચ.રાઠોડ નામના કોઈ PI નહીં જાણવા મળ્યું હતું. અંતે આખો મામલો પોલીસ મથક પહોંચ્યો હતો.

પોલીસે આગવીઢબે પૂછપરછ કરતા દંડ ભરવો ન પડે તે માટે PI તરીકે ખોટી ઓળખ આપી હોવાનું કબુલ્યું હતું. આ અંગે પોલીસે તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp