ઈતિહાસમાં પહેલીવાર સાબરમતી નદીમાં એકપણ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન ન થયું

PC: youtube.com

અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદના લોકોએ અમદાવાદને સ્વચ્છ કરવાનું બીડું ઉઠાવ્યું છે. સાબરમતી નદીના સફાઈ અભિયાનમાં અમદાવાદના લોકોએ અને અમદાવાદ મહાનગરપાલિકાએ ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. લોકોની મહેનતાના કારણે સાબરમતી નદી સ્વચ્છ પાણીથી ભરાઈ ગઈ છે. સ્વચ્છ સાબરમતીને સ્વચ્છ રાખવા માટે અમદાવાદના લોકો પણ AMCને મદદ કરી રહ્યા છે. દશામાંની મૂર્તિના વિસર્જન સમયે પણ લોકો મૂર્તિને વિસર્જિત કરવાના બદલે રીવરફ્રન્ટ પર મૂકીને ચાલ્યા ગયા હતા. આવી જ રીતે ગણેશ વિસર્જન સમયે પણ ઈતિહાસમાં પહેલીવાર સાબરમતી નદીમાં એક પણ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું નથી.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી રીવરફ્રન્ટ પર અને અલગ અલગ જગ્યા પર બનાવામાં આવેલા કૃત્રિમ તળાવોમાં અંદાજીત 50,000 કરતા વધારે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. AMC અને અમદાવાદ પોલીસ દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી કે, લોકો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન સાબરમતી નદીમા ન કરે. અમદાવાદ પોલીસના 1,000 કરતા વધારે પોલીસકર્મીઓ અને ખાનગી બાઉન્સરોનું સતત પેટ્રોલિંગ રાખવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન સમયે કોઈ પણ પ્રકારની મુશ્કેલી જનતાને ન પડે તે માટે AMC દ્વારા 61 કુંડ બનાવાયા હતા, 71 જેટલી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી, વિસર્જન ઝડપથી થાય તે માટે 1,500 મજૂરોની મદદ લેવામાં આવી હતી અને લોકો સાબરમતી નદીમાં મૂર્તિનું વિસર્જન ન કરે તે માટે ખાનગી બાઉન્સરો અને 1,000 પોલીસકર્મીઓનું પેટ્રોલિંગ સતત રાખવામાં આવ્યું હતું. નદીની અંદર પેટ્રોલિંગ કરવા માટે પોલીસને 5 બોટ પણ  ફાળવવામાં આવી હતી.

આ વર્ષે અમદાવાદના લોકોએ સાબરમતીને સ્વચ્છ રાખવાના પ્રયાસમાં અમદાવાદ મહાનારપાલિકાની અપીલને માન્ય રાખીને લોકોએ ગણેશજીની પ્રતિમાનું કૃત્રિમ કુંડમાં વિસર્જિત કરી તે બદલ મ્યુનિશીપલ કમીશનરે લોકોનો અભાર માન્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp