અમદાવાદમાં સર્જાઇ પાણીની તંગીની સમસ્યા, લોકોએ માટલા ફોડીને કર્યો વિરોધ

PC: worldvision.org.hk

હજી તો ઉનાળાની બરાબર શરૂઆત પણ નથી થઈ, ત્યાં તો અમદાવાદના લોકોને પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના કઠવાળા વિસ્તારની ઇન્દિરા ગાંધી વસાહતના રહેવાસીઓને છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી મળતું નથી. આ બાબતને લઇને સ્થાનિક લોકોએ ધારાસભ્ય અને સાંસદ સભ્યને રજૂઆત કરી હતી. પરંતુ સ્થાનિકોની આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિક લોકોએ રોષે ભરાઈને માટલા ફોડીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિકોને ધારાસભ્યને આ બાબતે સેવાસેતુ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી, ત્યારે સ્થાનિક લોકોના પ્રશ્નોનું નિરાકરણ બે મહિનાની અંદર લાવવાનો વાયદો ધારાસભ્યએ કર્યો હતો. ત્યારે આ વાતને ઘણો સમય વીતી ગયો હોવા છતાં પાણીની સમસ્યા હજુ સુધી દૂર થઈ નથી.

સ્થાનિકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 35 વર્ષથી અમે આ વસાહતમાં રહીએ છીએ અને વર્ષોથી અમારી વસાહતમાં પાણીનો પ્રશ્ન ચાલ્યો જ આવે છે અને જ્યારે-જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ સરકારના ધારાસભ્યો તાત્કાલિક બધી સગવડો આપવાની વાત કરે છે અને ચૂંટણી ગયા પછી કંઈ પણ થતુ નથી. અમે જ્યારે ધારાસભ્યને સેવાસેતુ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી ત્યારે તેમણે બે મહિનામાં સમસ્યાનું નિરાકરણ લાવવાની વાત કરી હતી. ત્યારે બે મહિનાની વાતને પાંચ મહિનાઓ થઈ ગયા પણ અમારી સમસ્યાનો નિકાલ તો આવ્યો જ નથી અને અમારી વસ્તીના લોકોને મળવા પણ નથી આવ્યા. 

સરકારના કર્મચારીઓ કોઈ બાબતે ધ્યાન આપતા નથી. અમારી વસાહતમાં પાણી નથી આવતું નથી અને બીજી વસાહતોમાં પાણીના વાલ્વ લીક છે, જેના કારણે પાણીનો ખોટો વેડફાટ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp