અમદાવાદમાં બસમાં ચાલતું જુગારધામ પકડાયું, 16 જુગારીઓ સાથે 35 દારૂની બોટલ જપ્ત

PC: iamgujarat.com

અત્યાર સુધી જુગારના ધંધા બંધ બારણા પાછળ થતા હતા જ્યારે હવે બંધ પડદા પાછળ થવા લાગ્યા છે. પોલિસથી બચવા નવા-નવા કિમીયા અપનાવતા જુગારીઓ આ વખતે પણ એક નવો કિમીયો અપનાવવા ગયા પણ પોલિસે તેમને ઝડપી પાડ્યા. પોલીસે ચાલતી લક્ઝરી બસમાં જુગાર રમતા 16 જુગારીઓની ધરપકડ કરી કરી છે. લક્ઝરીમાં જુગારધામ ચાલતો આવો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

શહેરના એસ.પી.રિંગ રોડ પર સાંઈ કૃપા નામની લક્ઝરી બસની પોલીસે પાસ કરી તો અંદર જુગાર અને દારૂની પાર્ટી ચાલતી હતી. પોલીસને તપાસ કરતા લક્ઝરીમાંથી 35 દારૂની બોટલો મળી આવી હતી. બસમાં જુગારીઓ ગાદલાં પાથરીને જુગાર રમતાં હતા. પોલિસે જુગારધામના સંચાલક, બસના ડ્રાઇવર-કંડકટર સહિત કુલ 18ને જુગાર રમનારાઓની ધરપકડ કરી છે. આ જુગારીઓ પાસેથી પોલીસે રોકડા રૂ.77,880, 16 મોબાઈલ ફોન, દારુની 35 બોટલો તેમજ લકઝરી બસ મળીને કુલ રૂ.11.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જો કે, જુગાર રમતાં પોલિસની બાજ નજરોથી બચી શકાય તે માટે જુગારીઓએ બસને મોડિફાઇડ કરી દીધી હતી. જેમાં આગળની બાજુ સીટો કાઢીને ગાદલા ગોઠવવામાં આવ્યા હતા. બસમાં જુગાર રમાતો હવાની કોઇને શંકા ન જાય તે માટે બારી પર લાલ પડદા લગાવવામાં આવ્યા હતા પણ આખરે પીએસઆઈ છત્રસિંહ ચુડાસમાએ સ્ટાફ સાથે શુક્રવારે સાંજે આ લકઝરી બસ સરખેજ સનાથળ સર્કલ પાસેથી પકડી પાડી હતી. શાહીબાગ ગીરધરનગર આમ્રપાલી ફ્લેટમાં રહેતા મીત દિનેશભાઈએ 20 દિવસ પહેલાં જુગાર રમવા માટે બસ ભાડે રાખી હતી. બસમાં જુગારીઓ બેસી ગયા બાદ તે બસ એસપી રીંગ રોડ ઉપર ફરતી રહેતી હતી. મીત કિલોમીટર દીઠ 35 રૂપિયા ભાડું ચૂકવતો હતો. જો કે, મીતનો આ ખાનદાની ધંધો હતો. અગાઉ તેના પિતા દિનેશભાઇ શાહ ઉર્ફે દીનશાએ બસમાં જુગારધામ રમાડવાની શરૂઆત કરી હતી. જે ધંધો હવે મીતે સંભાળી લીધો હતો પણ ટૂંક સમયમાં તેનું આ જુગારધામ પકડાતાં ભાંડો ફૂટી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp