સ્વાર્થીઓનું ટોળુ ભેગુ થાય તો પણ ભાજપને હરાવવું અશક્ય છેઃ ગુજરાત પ્રભારી ઓમમાથુર

PC: thestatesman.com

મહાગઠબંધન અમારા માટે મોટો પડકાર નથી. સ્વાર્થીઓનું ટોળુ ભાજપને હરાવવા માટે એક થયું છે. તેનો ભાજપને કોઈ ફેર પડતો નહીં હોવાનું ગુજરાત ભાજપના પ્રભારી ઓમમાથુરે જણાવ્યું હતું.

ગુજરાત ભાજપના પ્રભારી ઓમમાથુરે જણાવ્યું હતું કે, ચૂંટણી જીતવાની રણનીતિ એક બે મહિનાથી પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ધડવામાં આવી રહી છે. ભાજપના કાર્યકરો અને નેતાઓ બુથ લેવલ સુધી પ્રચાર કરી રહ્યાં છે. તેમજ આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરવામાં આવશે.

તેમણે માયાવતી અને અખિલેશ યાદવ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, તેમના સાથે આવવાથી ઉત્તરપ્રદેશમાં ભાજપને કોઈ ફેર પડતો નથી. એક બીજાના મોઢા જોવાનું પસંદ નહીં કરનારાઓ આજે સાથે મળીને ભાજપને હરાવવા એકત્ર થયા છે. ભાજપ માટે આ સૌથી મોટી વાત છે. એક જમાનો હતો જ્યારે કોંગ્રેસને હરાવવા માટે લોકો એકસંપ થતા હતા. આજે સમય બદલાયો છે.

ઓમમથુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની જનતાએ ખુબ પ્રેમ આપ્યો છે. તેમજ તેમને ભારત સહિત સમગ્ર દુનિયાએ સ્વીકાર્યા છે. વડાપ્રધાન ગરીબ અને ખેડૂત સહિત તમામ લોકોનું જીવનધોરણ ઉંચુ આવે તેવા પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે દુનિયામાં ભારતની નવી ઓળખ ઉભી કરી છે. ચાલુ વર્ષ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપનો ભવ્ય વિજય થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હોવાથી ભાજપ અને કોંગ્રેસ સહિતના રાષ્ટ્રીયપક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકો વધી છે. તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે. કોંગ્રેસના વિજયથી નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે. બીજી તરફ ભાજપએ પણ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સહિતના પક્ષોને પરાસ્ત કરાવવા માટે રણનીતિ તૈયારી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp