10 લાખ ઘરમાં વીજળી નથી એને વિકાસ કહેવાય? કોંગ્રેસનો સવાલ

PC: facebook.com

ગુજરાતનાં 9,83,813 ઘરોમાં વિજળી નહીં હોવાથી કેરોસીનનાં ફાનસ – દીવાથી અજવાળું દૂર કરવું પડે છે. ઘરોમાં વીજળી મળતી ન હોવાથી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે. ગબીરોની ઘરમાં દીવો છે અને રાજનેતાઓ સરકારી કાર્યક્રમોમાં વીજળીનો બેફામ ઉપયોગ કરે છે. સરકારે ગરીબોને મફથ વીજળી આપવી જોઈએ. જેથી તેઓ પોતાના ઘરમાં અજવાળું લાવી શકે. ગુજરાતમાં આજે પણ 1,21,81,718 ઘરોમાંથી 9,83,813 ઘરોમાં વિજળી વિના કેરોસીનનાં ઉપયોગથી અડજવાળું થાય છે. તેને વિકાસ કઈ રીતે કહી શકાય?

રાજ્યનાં 22,81,542 ઘરોમાં મનોરંજન માટે રેડીયો, ટીવી, કમ્પ્યુટર, લેપટોપ કે ટેલીફોન નથી. એ જ રીતે તે ઘરોમાં પોતાની સાયકલ કે કાર – જીપ નથી. રાજ્યનાં 3.50 લાખ ખેડૂતો પોતાની જમીન વેચી ખેતમજૂરો બની ગયા. તેમ કોંગ્રેસ પક્ષ તરફથી જાહેર કરાયું છે.

ગુજરાતનો સાક્ષરતા દર 2001માં 16મા ક્રમે હતો. તે 2011માં 17માં ક્રમે મોદી શાસનમાં જ થઈ ગયો છે. રાજ્યનાં 8 જિલ્લાઓમાં સાક્ષરતા દર 73 ટકાથી પણ ઓછો રહેતાં આ જિલ્લાઓ શૈક્ષણિક રીતે પછાત થઈ ગયા છે. એ જ રીતે મહિલા અને પુરૂષોનું જાતિ પ્રમાણમાં 2001માં 919નું પ્રમાણ ઘટીને 2011માં 918 થઈ ગયું છે. જેમાં બિહાર અને જમ્મુ- કાશ્મીર બાદ માત્ર ગુજરાતમાં જ આ પ્રમાણ ઘટ્યું છે. આ વાસ્તવિક્તા હવે ભાજપ સરકારને પણ સમજાઈ હોવાથી ભાજપી નેતાઓ બેબાકળા બન્યા છે પણ પ્રજા ચૂંટણીમાં જોરદાર જવાબ આપશે તે નક્કી છે.

વિકાસનાં નામે શો બાજીથી હવે વાસ્તવમાં જમીન ઉપર આવી ગયેલી ભાજપ સરકારે ગુજરાતમાં પ્રતિ લાખ વ્યક્તિએ સરેરાશ 301.60 કિમી લંબાઈનાં રોડ જ બનાવ્યાં છે. જે ભારતની સરેરાશ 377.60 કિમી લંબાઈ સામે ઘણાં ઓછા છે. રાજ્ય સરકારનાં જ સ્ટેટિસ્ટિકલ આઉટલાઈન ગુજરાત સ્ટેટ અને એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટમાં વિગતો આપી છે.

કોંગ્રેસે જાહેર કર્યું છે કે, બુલેટ ટ્રેનને દેવાદાર તાયફો કરનાર મોદીથી રૂપાણી સરકાર ગુજરાતનાં પાટનગરનાં રેલવે સ્ટેશનેથી જ અન્ય રાજ્યોનાં પાટનગરને જોડતી ટ્રેન સેવા ઉપલબ્ધ કરી શકી નથી. જેમાં એલ. કે. અડવાણી સાંસદથી લઈ નાયબ વડાપ્રધાન રહ્યા હોવા છતાં ગાંધીનગરમાં ટ્રેન આપવામાં આવતી નથી.

ગુજરાતમાં ‘ખુરશી’ બચાવવા માટે હવાતીયાં મારી રહેલાં ભાજપ સરકારનાં દરેક મંત્રી – ધારાસભ્યો સામે તમામ વર્ગ દ્વારા ખુરશી ઉછાળી આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે બે દશકાથી વિકાસના નામે પ્રજાનાં પૈસે તાયફા કરતી ભાજપ સરકારમાં આજે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp