રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ નાથવા તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક: પ્રદિપસિંહ જાડેજા

PC: twitter.com/PradipsinhGuj

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 1600 કિ.મી.નો દરિયાકિનારો ધરાવતા રાજ્ય ગુજરાતમાં કોઇ આતંકવાદીઓ ઘુસે નહી તે માટે ડીફેન્સ એજન્સીઓ કટીબદ્ધ છે. પાકિસ્તાન સાથે ગુજરાતની સરહદ જોડાયેલી હોવાથી આ વિસ્તારોમાં વિક્ષેપ સર્વેલન્સ સાથે તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર રાખવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ બનતી અટકે અને આવા આતંકવાદી કૃત્યો સફળ ન થાય તે માટે એજન્સીઓ સાથે સંકલન કરીને ગુજરાતનું પોલીસ તંત્ર કામ કરી રહ્યુ છે.

પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ છે કે, NIA એ ગોધરાથી પકડેલા આરોપી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા નૌકાદળમાં જાસુસી કેસમાં કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન વિશાખાપટ્ટનમથી વિગતો મળી હતી કે ગોધરાના એક વ્યક્તિએ બેંક ખાતામાં રૂપિયા જમા કરાવ્યા છે. જે માહિતી આધારે ગોધરાથી તે વ્યક્તિને દબોચી લીધો છે. એ.ટી.એસ., ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી. સહિત ગુજરાત પોલીસની ટીમો રાજ્યમાં શાંતિ-સલામતી માટે હરહંમેશ કટીબદ્ધ છે. બધી એજન્સીઓ સાથે મળીને સુરક્ષાના દ્ષ્ટિકોણથી કામ કરે છે.

પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે, ગુજરાતમાં કોઇપણ આતંકવાદીઓના કાવતરા સફળ ન થાય તે માટે એજન્સીઓ કટીબદ્ધ છે. ભૂતકાળમાં પણ આતંકીઓના અનેક પ્રયાસો નિષ્ફળ બનાવવામાં એજન્સીઓ સફળ રહી છે.

પ્રદિપસિંહ જાડેજાએ પદાધિકારીઓ-અધિકારીઓને અપાતી સુરક્ષા વ્યવસ્થા બાબતે જણાવ્યુ કે, રાજ્યમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષ પદે ‘‘થ્રેટ એસેસમેન્ટ કમિટી’’ (ભય મુલ્યાંકન સમિતિ)ની રચના કરવામાં આવી છે. સમિતિના સભ્યો દ્વારા સંકલન કરીને તેઓ દ્વારા જે સુચવવામાં આવે તે મુજબના પગલાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp