26th January selfie contest
BazarBit

કુલી ભાઈઓએ ટ્રેનના પ્રવાસીઓની વ્યવસ્થામાં ખૂબ મદદ કરી છે: પોલીસ કમિશનર, કલેક્ટર

PC: khabarchhe.com

રેલવે બંધ હોવાથી છેલ્લા ઘણાં સમયથી લાલ વર્દીધારી અને લોગ રેલવે સ્ટેશનના મુસાફરોનો માલસામાન અને માલગાડીના માલસામાનનું વહન કરતા પરિશ્રમી કુલી ભાઈઓની રોજગારી બંધ છે. એ લોકો કાગડોળે રેલવે ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છે; કારણ કે રેલવે ચાલે તો એમની રોજગારી ચાલે અને સંસાર ચાલે. લોકડાઉનના કપરા સમયમાં આ સ્વમાની શ્રમિકોની વિપદા સમજીને પોલીસ કમિશનર તેમજ જિલ્લા કલેક્ટરના દિશાસૂચનથી જિલ્લા વહીવટી તંત્રે ફૂડ કમિટીના માધ્યમથી રેલવે કુલીભાઈઓને કરિયાણા કિટના વિતરણના કરેલા આયોજન થી 180 પરિવારોમાં સુખદ રાહતની લાગણી પ્રસરી છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત અને જિલ્લા કલેક્ટર મતી શાલિની અગ્રવાલે વહીવટી તંત્રની શુભકામનાના પ્રતિક રૂપે 5 કુલી ભાઈઓને ખાદ્ય સામગ્રી કીટ નું વિતરણ કર્યું હતું. ફૂડ કમિટી દ્વારા 2 દિવસમાં તમામ લાભાર્થીઓને બાકીની 175 કિટ્સનું વિતરણ કરી દેવામાં આવશે.

રેલવે બંધ હોવાથી રોજગારી બંધ હોવા છતાં કુલી ભાઈઓએ હાલમાં વિશેષ ટ્રેન દ્વારા યુપી,બિહાર,ઝારખંડ,આસામ જેવા રાજ્યોમાં જતા શ્રમિકોની રેલવે સ્ટેશન ખાતે વ્યવસ્થા સાચવવામાં ઘણી મોટી મદદ કરી છે એવી લાગણી વ્યક્ત કરતાં પોલીસ કમિશનર એ જણાવ્યું કે, એમની સેવા સામે આ ઘણી નાની મદદ છે. હું તેમની હિમ્મતને બિરદાવું છું.’ આ રાશન કીટ કુલીભાઈઓના પરિવારોને ખૂબ ઉપયોગી થઇ પડશે એવી લાગણી વ્યક્ત કરતાં મતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે પ્રવાસી શ્રમિકોને ફૂડ પેકેટ ઇત્યાદિના વિતરણમાં આ લોકોએ રાત દિવસ મદદ કરી છે.

હું એમની સેવાઓને બિરદાવું છું. કુલી મુકાદમ ગજાનંદ, રાજુ ઠાકોર, રતનસિંહે જણાવ્યું કે રેલવે ચાલે એટલે અમારી રોજી ચાલે. રેલવે બંધ છે એટલે અમારી રોજી બંધ છે. તેવા સમયે આ મદદ ખૂબ કામ આવશે. અગાઉ રેલવેએ પણ ખાદ્ય સામગ્રીની મદદ કરી છે. હવે રેલવે ચાલુ થવાની અમને પ્રતીક્ષા છે. ફૂડ કમિટીના સુકાની અને નાયબ કલેક્ટર ખ્યાતિ પટેલે જણાવ્યું કે આ કીટમાં રસોઈ માટે જરૂરી કરિયાણાનો સમાવેશ થાય છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp