BSFના જવાનો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે એ માટે મેડિકલ ઓફિસરની સેવા શરૂ

PC: khabarchhe.com

રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાના સંક્રમણની પરિસ્થિતિમાં BSFના જવાનોને શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ રહે એ માટે ઓપીડી લેવલે આયુર્વેદ સેવા આપવા મેડિકલ ઓફિસરની સેવા શરૂ કરવામાં આવી છે એમ આયુષ નિયામકની કચેરીની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર બી.એસ.એફ કેમ્પસ,ગાંધીનગર તથા રાજ્યભરની અન્ય સંસ્થાઓ જેવી કે CRAS (અમદાવાદ), IIM , IT તથા સંરક્ષણની અને હોસ્પિટલોમાં જે સંસ્થા ઇચ્છુક હોય ત્યાં આયુર્વેદ સેવા શરૂ કરવા મંજુરી આપવામાં આવી છે. BSF દ્વારા દેશની સુરક્ષા પુરી પાડવી તથા દેશભરમાં જ્યાં જરૂર પડે ત્યાં સુરક્ષા, કુદરતી આફત ,તેમજ સમાજ સેવાના કાર્યોમાં શ્રેષ્ઠ સેવાઓ આપી રહ્યા છે ત્યારે આ જવાનો માટે રાજ્યની સંવેદનશીલ સરકારે સંવેદનશીલ અભિગમ દાખવી આ નિર્ણય કર્યો છે.

BSFના જવાનોને શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ રહે અને જો કોઈ રોગ થાય તો તેને આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી સારવાર તથા સ્વસ્થ જીવન શૈલી માર્ગદર્શન વિના મુલ્યે મળી રહે તે માટે BSF કેમ્પસ ,ચિલોડા ,ગાંધીનગરના આઇ.જી. જ્ઞાનેદ્ર મલેક દ્વારા આયુષ નિયામકને આયુર્વેદિક ઓપીડી લેવલની સેવા આપવા રજુઆત કરતા આયુષ નિયામક દ્વારા દર મંગળવારે સવારે 9.30 થી 12.30 સુધી જિલ્લા આયુર્વેદ અધિકારી-ગાંધીનગર દ્વારા તા .23 /07 /2020 થી ઓપીડી લેવલે આયુર્વેદ સેવા શરૂ કરવા જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનું -દો.વાસણાના મેડિકલ ઓફિસરની સેવા શરૂ કરવામાં આવી છે. જેમના દ્વારા આયુર્વેદ પધ્ધતિની સારવાર અને સ્વાથ્ય - રક્ષણનું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે એમ વધુમાં જણાવાયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp