ગુજરાત સરકાર 8100 રૂ.માં મહાકુંભ લઇ જશે, જાણો શું-શું આપશે

PC: twitter.com

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળામાં હજારોની સંખ્યામાં ગુજરાતના લોકો જઇ રહ્યા છે. હવે ગુજરાત સરકારે શ્રધ્ધાળુઓ માટે એક રાહતનું ટૂર પેકેજ જાહેર કર્યું છે.

ગુજરાત ટુરીઝમ અને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સ્પોર્ટ કોર્પોરેશનનના સંયુક્ત ઉપક્રમે 27 જાન્યુઆરી 2025થી અમદાવાદના ગીતા મંદિરથી દરરોજ એક વોલ્વો બસ સવારે 7 વાગ્યે ઉપડશે. વ્યકિત દીઠ 8100 રૂપિયા ભરવાના રહેશે જેમાં 3 રાત્રી અને 4 દિવસ રહેવાની અને આવવા-જવાની બસની વ્યવસ્થા રહેશે. જમવાની વ્યવસ્થા લોકોએ જાતે કરવાની રહેશે. એક રોકાણ શિવપુરીમાં થશે.

ગુજરાત ટુરીઝમ અને GSRTCની વેબસાઇટ પરથી ઓનલાઇન બુકીંગ થઇ શકશે. 27 જાન્યુઆરી પહેલી બસને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી બતાવીને રવાના કરશે. ટ્રાન્સપોર્ટ મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp