ભાજપની ગુજરાતમાં ભવ્ય જીત બાદ અમિત શાહે જુઓ શું કહ્યું

PC: http://amitshah.co.in/

ગુજરાતમાં તમામ મહાનગરપાલિકામાં ભવ્ય વિજયની આખા ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ ઉજવણી કરી રહ્યા છે. આ ભવ્ય જીત બાદ હોમ મિનિસ્ટર અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ, પછાત અને વંચિત વર્ગના કલ્યાણની સાથે સાથે રાજ્યના વિશ્વસ્તરીય વિકાસ માટે સતત કામ કરી રહી છે. આ પ્રચંડ વિજય ભાજપની નીતિ અને નિયતમાં લોકોના અવિશ્વસનીય વિશ્વાસનું પ્રતીક છે. મહાનગરોની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક ઉપર ફરીથી વિશ્વાસ કરવા બદલ હું ગુજરાતની જનતાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ ભવ્ય વિજય માટે સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ અને તમામ ઉર્જાવાન કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન.

ભાજપની જીત પછી જાણો શું કહ્યું સી.આર.પાટીલે

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ છે. તમામ જગ્યાઓ પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જનતાનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીને લઇને પણ તેમણે નિવેદન આપ્યું હતું.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ સત્તા દ્વારા શાસન કરીને જે રીતે લોકોની સેવા કરી છે તેના કારણે વડોદરા અને ગુજરાતના લોકોને જે વિશ્વાસ જીત્યો છે તે આજે મતમાં પરિવર્તિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાહેબે અનેક યોજનાઓ દ્વારા લોકોને મદદ થાય તે પ્રકારેના કામ કર્યા છે. તેના કારણે મતદાન વધ્યું છે.

ભાજપના કાર્યકર્તાઓએ પેજ કમિટી દ્વારા જે પ્લાન ઘડ્યો તેનું પરિણામ પણ આજે દેખાયું છે. હું સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ આભાર માનું છું અને સાથે તમામ કાર્યકર્તા ભાઈ અને બહેનોનો આભાર માનું છું કે, ટિકિટ મળી કે ન મળી તેની ચિંતા કર્યા વગર જે કમળનું નિશાન લઇને આવ્યા તેના માટે દિલથી કામ કર્યું અને ભવ્ય જીત હાસલ કરી છે. ગુજરાત કોંગ્રેસ મુક્ત ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.

આમ આદમી પાર્ટી બાબતે તેમણે જણાવ્યું હતું કે, ખૂબ ખોટા વચનો કે, ખોટા લાભ આપવાની વાત લાંબો ટાઈમ ચાલતી નથી. જે મતદાર ભાઈઓએ વિશ્વાસ કર્યો છે તેમને કદાચ નિરાશ થવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp