મહારાષ્ટ્ર-તામિલનાડુ સહિત 5 રાજ્યની તુલનામાં ગુજરાતમાં નશાનું સેવન સૌથી વધુ

PC: ncctrainingresources.co.uk

ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કેવો અને કેટલો અમલ થઈ રહ્યો છે એ સમયાંતરે પકડાતી દારૂની ખેપમાંથી સામે આવે છે. પણ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના નશાખોરો માત્ર દારૂ જ નહીં પણ ડ્રગના નશાના રવાડે પણ ચડ્યા છે. દેશમાં પણ અત્યારે ડ્રગનો મામલો ફરી ચર્ચામાં છે. એવામાં બોલિવુડમાંથી ડ્રગ ક્નેક્શન મળતા નશાના કારોબારનું અસલી ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.

ટોપ લીસ્ટમાં ગુજરાત
ગુજરાતમાંથી પણ છેલ્લા એક મહિનાથી કરોડો રૂપિયાનું MD ડ્રગ પકડાઈ રહ્યું છે. જેમાં સૌથી વધારે સુરતમાંથી એક હાઈપ્રોફાઈલ ડ્ર્ગ્સ સ્કેન્ડલ સામે આવ્યું છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂના સૌથી વધારે કેસ પોલીસ ચોપડે નોંધાયેલા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો તરફથી જાહેર કરવામાં આવેલા ગત વર્ષના ડેટા ચોંકાવનારા છે. દેશમાં સૌથી વધારે લીકર નાર્કોટિક ડ્રગ્સના કેસમાં ગુજરાતનું નામ ટોપ લીસ્ટમાં છે. ગુજરાત રાજ્યમાં મહારાષ્ટ્ર અને તામિલનાડુંની તુલનામાં સૌથી વધારે કેસ નોંધાયેલા છે. મહારાષ્ટ્રમાં આવા 83156 અને તામિલનાડુંમાં 151281 કેસ નોંધાયેલા છે. જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે. નશીલા પદાર્થના સેવન કરવા બદલ નોંધાયેલા કુલ 241715 કેસ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ગત વર્ષના ડેટાના રિપોર્ટ અનુસાર લીકર અને નાર્કોટિક્સ ડ્રગ્સ અંતર્ગત દેશના 19 શહેરમાં 102153 કેસ નોંધાયેલા છે. જેમાં સૌથી વધારે કેસ સુરત, અમદાવાદ, મુંબઈ, ચેન્નઈ અને દિલ્હીમાંથી નોંધાયેલા છે.

ટોપ 5 રાજ્ય
દિલ્હીમાં 5386, ચેન્નઈમાં 7925, મુંબઈમાં 14051 નશીલા પદાર્થોના સેવન સામે નોંધાયેલા કેસ છે. જ્યારે સૌથી વધારે કેસ સુરતમાં 23977 અને અમદાવાદમાં 20782 કેસ લીકર અને નાર્કોટિક્સ ડ્રગ્સ અંતર્ગત નોંધાયેલા છે. રાજ્યમાં દારૂબંધી છે બીજી તરફ ગત વર્ષે તૈયાર થયેલા આંકડાકીય રિપોર્ટના આંક ચોંકાવનારા અને ચિંતાજનક છે. રાજ્યમાં લીકર અને નાર્કોટિક્સ ડ્રગ્સ કેસ સંબંધિત એક્ટ અંતર્ગત નોધાયેલા કેસ સૌથી વધારે છે. નશીલા પદાર્થોના સેવન સામે નોંધાયેલા કેસમાં ટોપ 5માં કેરળમાં 29,252, બિહારમાં 49182, મહારાષ્ટ્રમાં 83156 અને તામિલનાડુંમાં 151281 કેસ ગત વર્ષે નોંધાયેલા છે. આ પાંચેય રાજ્ય કરતા સૌથી વધારે કેસ ગુજરાતમાં નોંધાયા છે. ગુજરાતમાં 241715 લીકર અને નાર્કોટિક્સ ડ્રગ્સ અંતર્ગત નોંધાયેલા કેસ છે. અદમદાવાદના ઘણા વિસ્તારમાં MD ડ્રગનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. આ ડ્રગની લતમાં કેટલાક લોકો યુવતીઓને ફસાવીને શારીરિક શોષણ પણ કરી રહ્યા છે. માસ્ટર ડીગ્રી કરેલી ચૂકેલી એક યુવતી પણ આ ડ્રગની ઝપેટમાં આવી ચૂકી છે.

નશાના ગુલામ
એક વ્યક્તિએ આ યુવતીને નશાની ગુલામ બનાવી દીધી હતી. ડ્રગ્સ બદલ તે હવસખોરોને શરીર સોંપવા માટે પણ તૈયાર થઈ ગઈ હતી. આ વાતની ગંધ બજરંગ દળના કાર્યકર્તાઓને થઈ ત્યારે યુવતી સહિત અન્ય બે યુવતીઓને પણ આ ચુંગાલમાંથી બચાવી લેવામાં આવી. હાલ આ ત્રણેય યુવતી નશો છોડીને પરિવાર સાથે રહે છે. જ્યારે એક યુવતી પોતાના ઘરે પરત ફરી ગઈ છે. બીજી તરફ સુરતમાંથી પણ એક હાઈપ્રોફાઈલ ડ્રગ્સનું મોટું ક્નેક્શન સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp