26th January selfie contest

અમદાવાદમાં હિટ એન્ડ રનઃ કારની ટક્કરે વૃદ્ધાનું મોત

PC: knoe.com

અમદાવાદમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે ત્યારે શહેરના છેવાડે વસ્ત્રાલ વિસ્તારમાં પૂર ઝડપે પસાર થતી કારે રોડ ક્રોસ કરતા વૃદ્ધાને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં સવારે શકરીબેન નામના વૃદ્ધા રોડ ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે પૂરઝડપે આવેલી કાર તેમને અડફેટે લીધા હતા. કારની ટક્કરથી વૃદ્ધા ફંગોળાઈને દુર પડકાયા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવને પગલે લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. બીજી તરફ અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ વૃદ્ધાની હાલને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવાની કવાયત આરંભી છે.

રોડ ક્રોસ કરતી વૃદ્ધાને અડફેટે લેતા તેમનું મોત થયાની ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાઈ ગયો છે. તેમજ કાર ચાલકને ઝડપી લઈને જેલના સળીયા પાછળ ધકેલી દેવા માગ કરી છે. પોલીસે બનાવ સ્થળની આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવા તજવીજ આરંભી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp