હોટેલ માલિકોનો વિરોધ, કહ્યું-કિચનમાં તો નહીં આવવા દઇએ

PC: youtube.com

ઘણી વાર હોટેલમાંથી મંગાવેલા અથવા તો ઓર્ડર કરેલા ફૂડમાં જીવડા અથવા તો ઈયળો નીકળવાની ઘટના સામે આવતી હોય છે. આ પ્રકારનું ફૂડ ખાવાના કારણે લોકોના આરોગ્યને નુકશાન થાય છે. ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ વઘતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તમામ હોટેલ અને રેસ્ટોરન્ટના કિચનના દરવાજા પર કાચ મુકવા અને ગ્રાહક રસોડું જોવા માંગે તો તેને રસોડું દેખાડવા બાબતેના નિયમો જાહેર કર્યા હતા. હવે આ નિયમો સામે હોટેલના માલિકોએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે અને આ નિર્યણનો વિરોધ કર્યો છે.

9 નવેમ્બરના રોજ અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સના ફૂડ કમિટીના ચેરમેન હિરેન ગાંધીની અધ્યક્ષતામાં હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના સભ્યોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં અમદાવાદની હોટેલો અને રેસ્ટોરન્ટના માલિકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમોને લઇને ચેમ્બર ઓફ કોમર્સના ફૂડ કમિટીના ચેરમેન હિરેન ગાંધી સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકોએ ગ્રાહકોના કિચન ચેક કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

આ બેઠકમાં હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે, ગ્રાહક રસોડામાં આવે તો તેની સુરક્ષાની જવાબદારી કોની રહેશે, ગ્રાહકના રસોડામાં આવવાથી અથવા તો CCTV કેમરાઓ લગાવવાથી તેમની રેસીપીની પ્રાઈવેસી નહીં રહે, આ ઉપરાંત કેટલાક સ્ટાફના લોકો પોતાનો પગાર વધારવા માટે લોકોને ફોન કરીને પણ બોલાવી શકે છે, ગ્રાહક રસોડામાં આવીને સ્ટીંગ પણ કરી શકે છે અને જેનાથી બ્લેકમેઇલિંગના કિસ્સાઓ પણ વધી શકે છે અને રસોડામાં કોઈ બીમાર વ્યક્તિ આવે તો કેટલાક ગંભીર પ્રશ્નો પણ સર્જાઈ શકે છે.

હવે આગામી દિવસોમાં જ જાણવા મળશે કે, હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકોએ રજૂ કરેલા આ મુદ્દાઓનો કોઈ રસ્તો કાઢવામાં આવે છે કે, પછી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમોને પરત લેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp