અમદાવાદમાં રસ્તા પર જતા દંપતીને પોલીસે રોકતા પતિએ પોલીસકર્મીને હેલમેટ માર્યું

PC: moneycontrol.com

કોરોના વાયરસને લઈને દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસમાં વધારો થતો જાય છે ત્યારે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા લોકોને ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જે લોકો લોકડાઉનનો ભંગ કરીને ઘરની બહાર કોઈ કામ વગર નીકળી રહ્યા છે તેમની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ તો પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. અમદાવાદમાં રસ્તા પર નીકળેલા દંપતીને પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી ત્યારબાર પુરુષે પોલીસકર્મીને હેલમેટ મારતા પોલીસકર્મીને ઇજા થવા પામી હતી તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર અમદાવાદના હેબતપુર ચાર રસ્તા પાસેથી બુધવારના રોજ બપોરના સમયે એક દંપતી એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પોલીસે એક્ટિવા ચાલકને રોક્યો હતો અને તેની પૂછપરછ કરી હતી તે દરમ્યાન મહિલાએ પોલીસકર્મીને તમે મારા પતિને કેમ રોકો છો તેવું કહીને ઝઘડો કરવા લાગી હતી. મહિલા પોલીસકર્મી સાથે ઝઘડો કરવા લાગતાં મહિલા પોલીસ કર્મચારી વર્ષાબહેને મહિલાને શાંત રાખવા પ્રયાસો કર્યા હતા પરંતુ મહિલાએ પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી હતી. પોલીસ કર્મચારીઓ મહિલાને રોકવા જતાં તેના પતિ રોષે ભરાઈને પોતાના હાથમાં રહેલું હેલમેટ પોલીસ કર્મચારી ગોગન મોરીના મોઢા પર માર્યો હતો. જેથી તેમના હોઠના ભાગે લોહી નીકળવા લાગ્યું હતું. આ ઉપરાંત પતિએ ગોગન મોરીની નેમપ્લેટ પણ ખેંચી લીધી હતી. તેથી પોલીસે બાઈક ચાલક સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે.

બીજી તરફ ઘણા લોકો પોતાનું નામ બદલીને પણ ઘરની બહાર નીકળી રહ્યા છે. આ પ્રકારનો કિસ્સો અમદાવાદના પ્રહલાદનગરમાં સામે આવે છે પ્રહલાદનગર ગાર્ડન પાસેથી સુલભ સરોગી પોતાની બમવા કારમાં રસ્તા પર જતો હતો ત્યારે પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રાહુલ જિંદાલ આપ્યુ હતો અને પોલીસ ઉપર ગુસ્સે થઈ ગયો હતો અને કહ્યું હતું કે તમે મને ઓળખો છો હું કોણ છું આટલું કહીને તે પોલીસ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો ત્યારબાદ પોલીસે યુવકની પૂછપરછ કરતા અને તેના ડોક્યુમેન્ટની ચકાસણી કરતા તેનું નામ શુલભ સરોગી હોવાનું જાણવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp