મા-દીકરીના મોતનો ભેદ ખુલ્યો, ઘરજમાઇ પતિએ ગળુ દાબ્યું અને ઝેર પણ આપ્યું

PC: OTT india.com

મહાનગર વડોદરાના મહેંદી પેથાણીની સચીન દક્ષિતે હત્યા નાખી એ કેસ હજું સુકાયો નથી ત્યાં વડોદરા શહેરમાંથી વઘું એક હત્યાનો કેસ સામે આવ્યો છે. ગરબા રમીને પરત આવતા માતા પુત્રીના શંકાસ્પદ મોતના કેસમાં મોટો ખુલાસો થયો છે. શહેરમાં સમા વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલા તથા છ વર્ષની દીકરીને મોતને ઘાટ ઊતાર બીજુ કોઈ નહીં પણ એનો જ પતિ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતા આ રહસ્ય ખુલી ગયું હતું. વડોદરા શહેરના ચંદનપાર્કમાં રહેતા માતા પુત્રીના મોત બાદ મહિલાના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને પહેલા એના પતિ પર આશંકા હતી. અંતે તે જ હોવાનું સામે આવતા પોલીસે પતિ તેજસની ધરપકડ કરી છે. તેજસે એની પત્નીની ગળું દબાવીને હત્યા કરી હતી. આ ઉપરાંત ઝેર આપીને મારી નાખ્યાંનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ મામલે પતિ સામે ડબલ મર્ડરનો ગુનો નોંધી કાયદેસરની તપાસ ચાલું કરી છે. મૃતક મહિલાના ગળાના ભાગે કોઈ ઈજાનું નિશાન જોવા મળતા પોલીસેને પણ આશંકા ગઈ હતી. પોલીસ વિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, આ કેસમાં એનો પતિ અને બાળકીનો પિતા જ હત્યારો છે. છ વર્ષની કાવ્યા અને માતાની હત્યા થઈ છે. પતિએ એને ઝેર આપીને એનું ઢીમ ઢાળી દીધું હતું. મહિલાના ભાઈએ આ મામલે જણાવ્યું હતું કે, બહેનના ગળાના ભાગે ઈજાના નિશાન એવું સૂચવે છે કે, એની હત્યા થઈ છે. પણ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પહેલા કંઈ કહેવાનું યોગ્ય માનતી ન હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. મૃતક મહિલા અને દીકરીના વિસેરાની તપાસ કરવામાં આવી હતી.

આ કેસ અંગે વડોદરા SP ભરત રાઠોડે કહ્યું કે, છ વર્ષની દીકરી એની માતા સાથે ગરબા રમીને પરત ફરી હતી. બંનેના મોત શંકાસ્પદ હતા. મહિલા અને દીકરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે કોઈ વાત કહી શકાય એમ છે. પોલીસ હાલમાં એના પરિવાર અને સગા સંબંધીઓ અંગે પૂછપરછ કરી વધારે વિગત સ્પષ્ટ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઝેરથી મોત થયાનું સામે આવ્યું છે. શંકાસ્પદ મોતના કેસમાં મર્ડર મિસ્ટ્રી જોવા મળી છે. જોકે, આ ઘટના સામે આવતા સમગ્ર વડોદરામાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp