અમદાવાદમાં રાત્રે DCPએ અચાનક કર્યું ચેકિંગ, 26 પોલીસકર્મી કામચોરી કરતા પકડાયા

PC: noticebard.com

રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યના પોલીસ સ્ટેશનોમાં અવાર નવાર ચોરી, લૂંટ, હત્યા જેવા કિસ્સાઓ નોંધાતા રહે છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમની ઘટનાઓમાં વધારો થયો છે. તો ક્યારેક પોલીસ સ્ટેશનથી થોડા અંતરે જ ક્રાઈમની ઘટના સામે આવી હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. તો ઘણી વખત પોલીસકર્મીઓના કામગીરીને લઇને પણ સવાલો ઉઠ્યા છે. ત્યારે રાત્રીના સમયે અમદાવાદમાં પોલીસકર્મી કઈ રીતે કામગીરી કરે છે તે જાણવા માટે ઝોન-3 DCP મકરંદ ચૌહાણે સોમવારના રોજ સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું.

DCP ઝોન-3ના DCP મકરંદ ચૌહાણે સોમવારે એકાએક જ પોલીસ સ્ટેશનોમાં રાત્રે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે, 26 પોલીસકર્મીઓ તેમની ફરજનો સમય પૂર્ણ થાય તે પહેલા જ ઘરે જતા રહ્યા હતા. DCP મકરંદ ચૌહાણના સરપ્રાઈઝ ચેકિંગમાં 1 ACP, 2 PI, 15 PSI અને અન્ય 5 પોલીસકર્મીઓ પોતાની ફરજ પહેલા જ ઘરે જઈને સુઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત એક મહિલા PSI સહિત 6 પોલીસ કર્મચારી સાદા કપડામાં જ નાઈટ ડ્યુટી કરતા હતા. સાથે જ એવું પણ જણવા મળ્યું હતું કે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મારા મારીની ઘટના સૌથી વધારે બને છે. છતાં પણ ત્યાંના પોલીસ સ્ટેશનના PI એક કલાક વહેલા ઘરે જઈને સુઈ ગયા હતા.

મહત્ત્વની વાત છે કે, નાઈટ પેટ્રોલિંગમાં શહેરમાં ચોરી, લૂંટ, હત્યા અને અપહરણ જેવી ઘટનાઓને અટકાવવાનો પ્રયાસ પોલીસકર્મીઓને કરવાનો હોય છે. સાથે જ અલગ-અલગ હોટેલ, રેસ્ટોરાં અને વાહનોમાં ચેકિંગ કરીને હિસ્ટ્રીશીટરોનું ચેકિંગ કરવાની ફરજ પોલીસની હોય છે. પોલીસકર્મીઓને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં સાંજે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી પેટ્રોલિંગ કરવાનુ હોય છે. આ ઉપરાંત જ્યારે કોઈ પણ પોલીસકર્મી પોલીસ સ્ટેશનમાં નાઈટ ડ્યુટી કરવા માટે જાય છે તે પહેલા તેને કંટ્રોલરૂમના રજીસ્ટરમાં એન્ટ્રી કરવાની હોય છે અને જ્યારે સવારે 6 વાગ્યે આ પોલીસકર્મી ઘરે જાય છે ત્યારે પણ તેમને કંટ્રોલરૂમના રજીસ્ટરમાં એન્ટ્રી કરવાની હોય છે. ત્યારે કેટલાક અધિકારીઓ સવારે 6 વાગ્યાના બદલે 5 વાગ્યે ઘરે જઈને સુઈ જતા હોય તેવી માહિતી પણ આ DCPના ચેકિંગ દરમિયાન સામે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp