અમદાવાદમાં એક યુવકે PSIના ત્રાસથી કર્યો આપઘાત

PC: khabarchhe.com

પોલીસનું કામ લોકોનું રક્ષણ કરવાનું હોય છે. લોકોને કોઈ પણ સમસ્યા હોય તો તે સમસ્યાના સમાધાન માટે લોકો પોલીસ સ્ટેશનમાં જાય છે. પણ ઘણી વખત પોલીસકર્મીઓએ કોઈ વ્યક્તિ કે આરોપીને પૈસા માટે માર માર્યો હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. આ ઘટનામાં યુવકે એક PSIના ત્રાસના કારણે આપઘાત કર્યો હતો. યુવકે આપઘાત કરતા પહેલા એક સ્યૂસાઇડ નોટ લખી હતી.

રિપોર્ટ અનુસાર અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં પ્રેમજી રેવર નામનો યુવક તેના પરિવારની સાથે રહે છે. પ્રેમજીએ મંગળવારે સાંજના સમયે પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો હતો. પોલીસે પ્રેમજીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસને ઘટના સ્થળની તપાસ દરમિયાન એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. આ સ્યૂસાઇડ નોટમાં પ્રેમજીએ આપઘાત કરવા પાછળ એક PSIને જવાબદાર ગણાવ્યા હતા. PSI પ્રેમજીને માનસિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ પણ આ સ્યૂસાઇડ નોટમાં કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે સ્યૂસાઈડ નોટ કબજે કરીને પોલીસ દ્વારા નરેન્દ્ર કોસ્ટી અને PSI વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

સ્યૂસાઇડ નોટમાં પ્રેમજીએ લખ્યું હતું કે, મારી સાથે ખૂબ જ અન્યાય થઇ રહ્યો છે. મારી દુકાનની પાછળ જયેન્દ્ર અને બીગ બજારના ગોહિલ સાહેબ બંને મળીને મારી પર ખોટા કેસ કરીને, ખોટી ફરિયાદ કરીને મને દબાણ કરે છે. સાથે PSI ગોહિલ અમારું કઈ પણ સાંભળતા નથી. મને આ બંને લોકો ખૂબ જ ત્રાસ આપી રહ્યા છે. જેથી અમે આત્મહત્યાનું પગલું ભર્યું છે.

સાથે જ પ્રેમજીએ વધુમાં સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારા આપઘાત કરવાનું કારણ બે લોકો છે. અમે PSI ગોહિલને કોઈ પણ રજૂઆત કરીએ છીએ છતાં પણ તેઓ મારા પર દબાણ કરે છે. એવું કહે છે કે તું વધારે બોલીશ તો જેલમાં પૂરી દઈશ. આ રીતે તે મને ટોર્ચર કરે છે. તે માનસિક હેરાન કરે છે. જયેન્દ્રના મકાન પાછળ મારી માલિકીની જગ્યામાં તેમને પાકો સ્લેબ ભરાવી રાખ્યો છે. મેં આ બાબતે રજૂઆત કરી છતાં પણ મારું કઈ પણ ન સાંભળ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp