અમદાવાદમાં શાકભાજીના ફેરિયા પાસેથી 50-100 રૂની લાંચ લેતા ત્રણ પોલીસકર્મી ઝડપાયા

PC: https://zeenews.india.com/

રાજ્યમાં પોલીસકર્મીઓ પોતાની ખાખી વર્દીનો દુરુપયોગ કરીને લોકો પાસેથી પૈસા પડાવતા હોય તેવા કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ક્યારેક પોલીસકર્મીઓ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને લોકો પાસે પૈસાની માગણી કરતા હોય તેવા કિસ્સા સામે આવે છે, તો ક્યારેક કેસમાંથી છુટકારો આપવા માટે પૈસાની માગણી કરતા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે અમદાવાદમાં શાકભાજીની લારી પર ટામેટા, બટાકા, રીંગણા, મરચાં જેવા શાકભાજીનું વેચાણ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા ગરીબ લોકો પાસેથી 50-100 રૂપિયાની લાંચની માગણી કરતા ત્રણ પોલીસકર્મી સામે ACBએ લાલ આંખ કરી હતી અને ત્રણેય પોલીસકર્મીઓને લાંચ લેતા રંગે હાથે પકડી પાડયા હતા.

રિપોર્ટ અનુસાર અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રભુદાસ ડામોર, હેડ કોન્સ્ટેબલ ક્રિષ્ના બારોટ અને કોન્સ્ટેબલ દિલીપ ચંદ્ર પોતાની ખાખી વર્દીનો દુરુપયોગ કરીને શાકભાજી વાળા પાસેથી 50થી 100 રૂપિયાની લાંચની માગણી કરતા હોવાનું એન્ટીકરપ્શન બ્યુરોની માહિતી મળી હતી. જેથી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આ ત્રણેય પોલીસકર્મીઓને લાંચ લેતા રંગે હાથે પકડી પાડવા છટકું ગોઠવવામાં આવ્યુ હતું.

જ્યારે ફરિયાદી અમદાવાદના જગન્નાથ મંદિરના ગેટ નંબર-4ની આગળ અને દુકાન નંબર 48ના પાછળના ભાગે શાકમાર્કેટ માર્કેટમાં ટમેટાનું વેચાણ કરી રહ્યા હતા ત્યારે ગાયકવાડ હવેલીના પોલીસકર્મી તેની પાસેથી પૈસા લેવા આવ્યો. ત્યારે તાત્કાલિક ACBના અધિકારીઓએ પોલીસકર્મીને લાંચ લેતા રંગે હાથે પકડી લીધા હતા. એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ દ્વારા જે ત્રણ પોલીસકર્મીને પકડવામાં આવ્યા છે તેમાં પ્રભુદાસ ડામોર PCR વાન ઓપરેટર, ક્રિષ્ના બારોટ હેડ કોન્સ્ટેબલ અને PCR વાનના ઈન્ચાર્જ અને દિલીપ ચંદ્ર બારોટ પસાર વાન નંબર 40નો ડ્રાઇવર છે.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ ત્રણેય પોલીસકર્મીઓ શાકભાજીની લારીઓ તેમજ ટેમ્પાને ઉભા રાખવા દેવા માટે રોજે દરેક શાકભાજી વાળા પાસેથી 50થી 100 રૂપિયાની ઉઘરાણી કરતા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવાર નવાર પોલીસે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. ક્યારેક પોલીસ આરોપીઓ પાસેથી પૈસાની માંગ કરે છે અને જો પૈસા ન આપે તો તેને ઢોરમાર મારવામાં આવે છે. આવો કિસ્સો જેતપુરમાં સામે આવ્યો હતો. જેમાં આરોપી પાસેથી PIએ 3 લાખ રૂપિયાની માગણી કરતાં આરોપીએ પૈસા આપવાની ના પાડતા PIએ વૃદ્ધને ઢોર માર માર્યો હતો. તેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp