પત્નીની સારવારમાં થયેલા લાખોના ખર્ચે પતિને ગરીબોની સેવા કરવાની પ્રેરણા આપી

PC: youtube.com

ગરીબ વર્ગના લોકોના પરિવારજનોને કેટલીકવાર મોંઘી સારવાર ન મળતા તેમના પરિવારજનોને દુઃખથી પીડાવું પડતું હોય છે અને આવા ગરીબ પરિવારના સભ્યોને સારવાર મળી રહે તે માટે અમદાવાદમાં એક વ્યક્તિએ ગરીબ દર્દીઓ માટે પોતાની માલિકીની જગ્યામાં ફિઝીયોથેરાપી સેન્ટરની શરૂઆત કરીને નિઃશુલ્ક સારવાર આપવાનું શરૂ કર્યું હતું. પત્ની બીમાર થતા પતિને ઘણો ખર્ચ પત્નીની સારવાર પાછળ થયો હતો. પત્નીની સારવાર પાછળ થયેલા ખર્ચથી પ્રેરણા લઇને પતિએ પોતાની માલિકીની જગ્યામાં અરિહંત ફાઉન્ડેશનની સ્થપાના કરીને જરૂરીયાતમંદ લોકોને ફિઝીયોથેરાપીની નિઃશુલ્ક સારવાર આપવાનું શરૂ કર્યું હતું. આ સેન્ટરમાં રોજના 20થી 30 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે.

અરિહંત ફાઉન્ડેશનની મદદથી ગરીબ લોકોને ફિઝીયોથેરાપીની નિઃશુલ્ક સારવાર આપનાર વ્યક્તિનું નામ જયકમલ શાહ છે. તેમણે એક વર્ષ પહેલા આ સેન્ટરની સ્થાપના કરી હતી અને એક વર્ષમાં અંદાજિત 10,000 જેટલા દર્દીઓની ઢીંચણ, બેકપેન, લકવાની સારવાર કરી છે. આ સેન્ટરમાં જયકમલ શાહ તો ગરીબ વ્યક્તિઓની સેવા કરે જ છે, પણ તેની સાથે સાથે સગા-સંબંધીઓ અને આસપાસ રહેતા સ્થાનિક લોકો પણ ગરીબ લોકોની સેવા કરવા માટે ફિઝીયોથેરાપી સેન્ટર પર આવે છે. આ સેન્ટરમાં માત્ર ફિઝીયોથેરાપીની જ સારવાર નહીં, પરંતુ તરછોડાયેલા માતા-પિતાને પણ આશરો આપવામાં આવે છે અને હાલમાં 25થી વધુ વૃદ્ધો આ સેન્ટરમાં આશરો લઇ રહ્યા છે.

જયકમલ શાહે જણાવ્યું હતું કે, તેમના પત્નીને કેટલીક તકલીફ ઊભી થઈ હતી અને પત્નીની સારવાર કરાવવા માટે અંદાજિત ચારથી પાંચ લાખ જેટલો ખર્ચ તેમને થયો હતો. તેથી તેમને એક દિવસ વિચાર આવ્યો કે, જેમની પાસે પૈસા છે તેઓ તો ફિઝીયોથેરાપીની સારવાર કરાવી શકતા હોય છે, પરંતુ જેમની પાસે પૈસા નથી તેવા ગરીબ લોકો ફિઝીયોથેરાપીની સારવાર કેવી રીતે કરાવતા હશે. આ વિચાર આવતા જ ગરીબો માટે ફિઝીયોથેરાપી સેન્ટર ખોલવાનું નક્કી કર્યું અને અરીહંત ફાઉન્ડેશનની સ્થાપન કરીને છાપરા ગામ પાસે આવેલા વિહારમાં આધુનિક ફિઝીયોથેરાપી સેન્ટર ખોલ્યું અને ગરીબ લોકોની સેવા કરવાનું શરૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp