26th January selfie contest

અમદાવાદમાં કાંકરિયામાં મોટી દુર્ઘટના, રાઇડ તૂટી પડતા 3ના મોત

PC: khabarchhe.com

અમદાવાદના કાંકરિયા એડવેન્ચર પાર્કમાં આજે મોટી દુર્ઘટના સર્જાઇ હતી, જેમાં 3 લોકોના મોત થવાની ખબર સામે આવી રહી છે. આ સિવાય 15 લોકોના ઇજાગ્રસ્ત થવાની પણ ખબર આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ આ ઘટના કાંકરિયા એડવેન્ચર પાર્કની એક રાઇડ તૂટી પડતા થઇ હતી. પ્રાથમિકા માહિતી અનુસાર ઘટનામાં 3ના મોતની ખબર છે.

અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. બચાવ કાર્ય ચાલુ છે. રિપોર્ટ મુજબ મૃતકોનો આંકડો વધવાની શક્યતા છે.

રવિવારની રજા હોવાના કારણે એડવેન્ચર પાર્કમાં ઘણી ભીડ હતી. આ ઘટના કેવી રીતે બની તે અંગે હજુ સુધી કોઇ માહિતી મળી શકી નથી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp