અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો થશે શરૂ, જાણો કયા સ્થળને મળશે સ્ટેશન

PC: twitter.com/AhmedabadMetro

અમદાવાદ મેટ્રો રેલનું કામકાજ આજકાલ જે રીતે ચાલી રહ્યું છે, તે જોતા ટૂંક સમયમાં અમદાવાદીઓને મેટ્રોમાં સફર કરવાની તક મળી જાય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો પ્રોજેક્ટને મંજૂરી મળી ગઇ છે. અમદાવાદ મેટ્રો ટ્રેનનું થોડા દિવસ પહેલા જ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ ગાંધીનગર સુધી મેટ્રોને દોડાવવાની મંજૂરી પણ મળી ગઇ છે. પહેલા વાસણા-APMCથી મોટેરા સુધી મેટ્રોની કામગીરી પૂર્ણ કરાશે, ત્યારબાદ ગાંધીનગરથી મોટેરા સુધી મેટ્રોની કામગીરી ચાલુ થશે.

મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2મા ગાંધીનગરના એજ્યુકેશન સંસ્થાઓને જોડતા સ્ટેશનનો સમાવેશ કરાશે. ફેઝ-2 પ્રોજેક્ટનો અંદાજે 5523 કરોડનો ખર્ચ થાય તેવી સંભાવના છે, જેમાં 20 સ્ટેશનો બનાવવામાં આવી શકે છે.

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલના સંભવિત સ્ટેશનો...

પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી

ઈન્ફોસીટી

ગિફ્ટ સિટી

સચિવાલય

અક્ષરધામ

મહાત્મા મંદિર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp