અમદાવાદમાં પોલીસે માગેલા પૈસા ન આપતા યુવકને પડ્યો ઢોર માર

PC: youtube.com

અમદાવાદના મજૂરગામમાં રહેતા એક યુવકે પોલીસ પર પૈસા માગવાનો અને માર મારવાનો આરોપ લગાવ્યો છે. ભોગ બનનાર ઘર નજીક આવેલી દુકાન પર ઊભો હતો ત્યારે પોલીસ દ્વારા આ યુવકને આરોપી સમજીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને પછી યુવકને પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો ભોગ બનનાર યુવકનું નામ ઉમેશ સોલંકી છે. ઉમેશ પોતાના ઘર નજીક આવેલી પાનની દુકાન પર માવો ખાવા માટે ગયો હતો. આ સમયે કાગડાપીઠ પોલીસે જુગારના અડ્ડા પર રેડ કરી હતી. પોલીસની રેડ દરમિયાન જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા ત્યારે પોલીસ આ ઉમેશ સોલંકીને આરોપી બનાવીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

ઉમેશે પોલીસ પર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે, પોલીસ ઉમેશ પાસેથી કેસ ન કરવા માટે 70,000 રૂપિયા માગ્યા હતા. ઉમેશ પાસે પૈસા ન હોવાના કારણે ઉમેશ પૈસા ન આપી શક્યો. આ કારણે ઉશ્કેરાયેલા પોલીસકર્મીઓએ ઉમેશને ઝાડ સાથે બાંધીને ઢોરમાર માર્યો. માર માર્યા બાદ ઉમેશને હોસ્પિટલમાં લઈ જઈ તેને કોઈ પણ ઈજા નથી થઈ તેવા લખાણવાળું ડૉક્ટરનું સર્ટિફિકેટ બનાવ્યું અને પછી વહેલી સવારે ઉમેશને છોડી મૂક્યો. જોકે સખત મારના કારણે ઉમેશને ચક્કર આવતા ઉમેશ પડી ગયો. આ કારણે પરિવારજનો ઉમેશને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. ઘટનાની જાણ પોલીસ કમિશનરને થતા પોલીસ પણ દોડતી થઈ હતી. યુવક સાથે મારપીટ અને 70,000 લાંચ માગવાના કેસમાં પોલીસ કમિશનરે તાપસના આદેશો આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp