યુવકના ઘરે ઈ-મેમો પહોંચતા યુવકનો ભાંડો ફૂટ્યો, જાણો પછી શું થયું

PC: youtube.com

લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા ઠેર ઠેર રસ્તા પર CCTV કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. આ કેમેરાથી રસ્તા પરથી પસાર થતા નાગરીક ટ્રાફિક નિયમનું પાલન કરે છે કે, નહીં તે બાબતે તેના પર ધ્યાન રાખવામાં આવે છે અને જો કોઈપણ નાગરિક ટ્રાફિક નિયમનું ભંગ કરતા CCTV કેમેરામાં ઝડપાય તો તે વ્યક્તિના ઘરે પોલીસ દ્વારા ઈ-મેમો મોકલવામાં આવે છે. અમદાવાદમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ઈ-મેમોના કારણે યુવકના ઘરે ખબર પડી કે, યુવકને ગર્લ ફ્રેન્ડ છે. જેના કારણે યુવકે ટ્વિટ કરીને અમદાવાદ પોલીસનો આભાર માન્યો હતો.

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં થોડા દિવસ પહેલા એક યુવકના ઘરે સ્ટોપ લાઈન ભંગ કરવા બદલ ઈ-મેમો મોકલવામાં આવ્યો હતો. આ ઈ-મેમોમાં યુવકની બાઈકના ફોટા સાથેની તમામ વિગતો આપવામાં આવી હતી. જ્યારે આ ઈ-મેમો યુવકના માત-પિતાએ જોયો ત્યારે મેમોમાં જોવા મળ્યું હતું કે, તેમના દીકરાની બાઈકની પાછળ કોઈ યુવતી બેઠી છે. જ્યારે યુવક પોતાના ઘરે આવ્યો ત્યારે માતા-પિતાએ મેમો યુવકને બતાવતા યુવકે તેની ગર્લ ફ્રેન્ડ હોવાની વાત માતા-પિતાને જણાવી હતી.

ત્યારબાદ યુવકે અમદાવાદના જોઈન્ટ CP અને અમદાવાદ પોલીસને ટ્વિટર ટેગ કરીને કહ્યું હતું કે, મને ઈ-મેમો મળ્યો છે. ઈ-મેમોના ફોટામાં હું અને મારી ગર્લફ્રેન્ડ છીએ. આ અંગે મારા પરિવારને જાણ ન હતી પરંતુ આ ઈ-મેમોથી તેમને પણ ખબર પડી ગઈ છે. જે બદલ હું આભાર માનું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp