MS યુનિવર્સિટી તોડફોડ થવાના કારણે ફરીથી વિવાદમાં

PC: youtube.com

વડોદરાની MS યુનિવર્સિટી ફરી એકવાર સુરક્ષાને લઈને વિવાદમાં આવી છે. MS યુનિવર્સિટીના પોલીટેક્નીક વિભાગમાં કેટલાક અજાણ્યા ઇસમોએ તોડફોડ કરી છે, આ કારણે વિદ્યાર્થીઓની બે મહિનાની મહેનત પર પાણી ફરી ગયું છે. આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો વડોદરાની MS યુનિવર્સિટી અને વિવાદ એકબીજાના મિત્રો બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, MS યુનિવર્સિટીમાં એક પછી એક વિવાદના વંટોળ આવતા જ હોય છે. આ વખતે MS યુનિવર્સિટી સિક્યોરિટીના વિવાદથી ઘેરાયું છે. યુનિવર્સિટીમાં પૂરતા પ્રમાણમાં સુરક્ષા ન હોવાના કારણે વિદ્યાર્થીઓની બે મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. MS યુનિવર્સિટીના પોલીટેક્નીક વિભાગમાં તારીખ 15થી 17 ફેબ્રુઆરી દરમિયાન ઇવેન્ટ યોજાવાની હતી. આ ઇવેન્ટમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ નેશનલ લેવલની ઇવેન્ટ માટે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સ્ટ્રક્ચરો બનાવ્યા અને ડેકોરેશન કરવામાં આવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, કોલેજની પ્રતિષ્ઠામાં વધારો થાય તે માટે વિદ્યાર્થીઓ બે મહિનાથી દિવસ રાત મહેનત કરી રહ્યા હતા અને ગત મોડી રાત્રે વિદ્યાર્થીઓએ ત્રણ વાગ્યા સુધી મહેનત કરીને સ્ટ્રક્ચર ઉભા કર્યા હતા. ત્યારે મોડી રાત્રે કેટલાક અજાણ્યા ઇસમોએ આ જગ્યા પર તોડફોડ કરી હતી અને વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવી નાખ્યું હતું.

આ બાબતે વિદ્યાર્થીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે વિદ્યાર્થીઓએ ત્રણ મહિનાથી દિવસ રાત એક કરીને અલગ અલગ સ્ટ્રક્ચર ઉભા કર્યા હતા, કારણકે 15થી 17 ફેબ્રુઆરીના રોજ એક ઇવેન્ટ થવાની છે. પરતું આ તોડફોડના કારણે બધા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળી ગયું છે. વધુમાં વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે, અમે જ્યારે સવારે સિક્યોરિટી પાસે ગયા હતા ત્યારે તેમણે અમને કહ્યું કે, વહેલી સવારે 4થી 5 વાગ્યે 5 જેટલા લોકોએ આ તોડફોડ કરી હતી. ત્યારે થોડી વાર પછી સિક્યોરીને અમે આ બાબતે પૂછ્યું ત્યારે સિક્યોરિટીએ કોઈના દબાણમાં આવીને એમ કહ્યું કે, અહિંયા કોઈ આવ્યું નથી કૂતરાઓ આ તોડીને ચાલ્યા ગયા છે.

આ બાબતે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના આંતરિક રાજકારણને જવાબદાર ગણાવ્યું છે. હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે, આ યુનિવર્સિટીમાં 2.5 કરોડ જેટલા રૂપિયા સિક્યોરિટીના નામે વાપરવામાં આવે છે, ત્યારે સિક્યોરિટીએ પોતાની નૈતિક ફરજ નિભાવી હોત તો આ વિદ્યાર્થીઓની બેથી ત્રણ મહીનાની મહેનત પર પાણી ન ફરી વળ્યું હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp