ગરબામાં મુસ્લિમોને પ્રવેશ આપવો જોઇએ: રામલીલામાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર આબીદ શેખ

નવરાત્રિના તહેવારમાં દર વર્ષે ગરબામાં વિધર્મીઓને પ્રવેશ આપવો નહીં એ બાબતે ભારે વિવાદ થતો રહે છે. આ વખતે પણ કેટલાંક આયોજકોએ એવી જાહેરાત કરી હતી કે જે તિલક લગાવીને આવશે તેને જ પ્રવેશ મળશે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંદ દળ ગરબામાં વિધર્મીઓના પ્રવેશનો વિરોધ કરતા રહે છે. હવે વડોદરામાં રામલીલા ચાલી રહી છે અને એક મુસ્લિમ યુવક તેમાં પાત્ર ભજવી રહ્યો છે. આ અપવાદને ચલાવી લેવામાં આવ્યો છે.નવરાત્રિના તહેવારમાં રામલીલાનું પણ આયોજન દરેક શહેરમાં થતું રહે છે અને ઘણી જગ્યાએ મુસ્લિમ કલાકારો રામલીલામાં પાત્ર ભજવે છે.
છેલ્લાં 14 વર્ષથી રામલીલામાં ભગવાન રામના ભાઇ લક્ષ્મણનું પાત્ર ભજવતા આબિદ શેખ આ વખતે વડોદરામાં આયોજિત રામલીલામાં વિભીષણનું પાત્ર ભજવવાનો છે. મુળ દિલ્હીના અકોટા વિસ્તારમાં રહેતો આબીદ શેખ 12મા ધોરણમાં હતો ત્યારથી લક્ષ્મણનું પાત્ર ભજવતો આવ્યો છે.
આબીદ શેખે મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે ગરબામાં મુસ્લિમોને એન્ટ્રી ન આપવી એ યોગ્ય વાત નથી. કેટલાંક તત્તવોને કારણે આખી કોમને ટાર્ગેટ ન કરવી જોઇએ. આબીદે કહ્યું કે ગરબામાં જે તોફાની તત્વો હોય, ખોટા કામ કરનારા હોય, ભલે તે મુસ્લિમ હોય તેની સામે કાર્યવાહી થવી જોઇએ, પરંતુ આખા સમાજને બદનામ ચિતરવો યોગ્ય નથી.
આબીદે કહ્યું કે હું 14 વર્ષથી રામલીલામાં લક્ષ્ણમું પાત્ર ભજવું છે અને ઘણા મુસલમાનો ભગવાન રામને પૂજનીય માને છે. તિલક લગાવવાથી કોઇ મુસ્લિમ ધર્મ બદલાઇ જવાનો નથી. અમારા જેવા કલાકારો માટે ધર્મનો કોઇ મતલબ નથી. રામલીલામાં મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી અનેક લોકો પાત્રો ભજવે છે.
આબીદે કહ્યું કે હું પોતે જ્યારે રામલીલામાં લક્ષ્મણનું પાત્ર ભજવું છું ત્યારે મને મારી જાત માટે ગૌરવ થાય છે. હવે તો મને બધા સંવાદો મોઢે પણ થઇ ગયા છે. રામલીલા એ ખરેખર એક અદભૂત નૃત્ય નાટિકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp