અમદાવાદમાં દિવાળી ટાણે તસ્કરોનો તરખાટ: ચાર બંધ મકાનમાંથી લાખોની ચોરી

PC: zoomit.ir

અમદાવાદમાં દિવાળીના તહેવારોમાં તસ્કરોએ તરખાટ મચાવીને નવા વર્ષનું મુહૂર્ત કરી ચારેક સ્થળો ઉપર બંધ મકાનને નિશાન બનાવીને સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને લાખોની મતાનો હાથફેરો કર્યો છે. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ચોરી કરતા દિવાળીના તહેવારોમાં ઘરફોડ ચોરી અટકાવવા માટે પોલીસે બનાવેલા એકશન પ્લાનના દાવાઓની પોલ ખુલી ગઈ છે.

દિવાળીના તહેવારમાં મોટાભાગના લોકો પોતાના ઘર બંધ કરીને પરિવાર સાથે હિલસ્ટેશન ઉપર ફરવા તથા પોતાના વતન તહેવારની ઉજવણી કરવા ગયા છે. બીજી તરફ ચોરીના બનાવ અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાના દાવા કરવામાં આવ્યા હતા. ત્યારે નવા વર્ષમાં જ ઘરફોડિયાઓએ ચારેક બંધ મકાનને ટાર્ગેટ બનાવીને ચોરી કરી છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં કુતા પાર્કમાં તસ્કરોએ ત્રાટકીને બંધ મકાનમાંથી લાખોની ચોરી કરી હતી. અહીં દસ દિવસ પહેલા પણ ચોરી થઈ હોવાનું જાણવા મળે છે.

વાડજ વિસ્તારમાં જ શ્રી નાથદ્વારા સોસાયટીમાં રહેતા મિતેશભાઈ રાવલના બંધ મકાનમાં પણ ઘરફોડિયાઓએ ચોરી કરી છે. આ ઉપરાંત કૃષ્ણનગર સોસાયટીમાં પણ તસ્કરોએ બંધ મકાનમાંથી લાખોની મતાની ચોરી કરી હતી. જયારે નવરંગપુરા વિસ્તારમાં તબીબના બંધ મકાનમાંથી રૂ. 1.74 લાખની મતાની ચોરી થઈ હતી. ચારેક ચોરીના બનાવો સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધવાની તજવીજ આરંભી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp