પંચમહાલ પોલીસ હવે આ રીતે લોકોને ટ્રાફિક નિયમ માટે જાગૃત કરશે

PC: thehansindia.com

ટ્રાફિક નિયમને લઈ લોકોને જાગૃત કરવા પંચમહાલ પોલીસ એક નવો પ્રયોગ હાથ ધરી રહી છે. પોલીસે આ પ્રયોગની શરૂઆત આજથી જ કરી છે. પંચમહાલના ટ્રાફિક પોલીસ કર્મચારીઓ રસ્તા પર સ્પીકર લઈને ટ્રાફિક નિયમોનું અનાઉન્સ કરશે અને સાથે સાથે ટ્રાફિક નિયમનની કામગીરી કરશે અને જો કોઈ વ્યક્તિ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતો દેખાશે તો તે વ્યક્તિને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે. આ બાબતે જિલ્લા પોલીસ વડા ડૉક્ટર લીના પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિકના મોટા પ્રશ્નો જોવા મળે છે અને તેની સાથે સાથે લોકોમાં ટ્રાફિકના નિયમોની અવેરનેસ ઓછી હોવાનું પણ અમને જાણવા મળ્યું હતું. જેના કારણે અમે એક આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જે પ્રયોગમાં લાઉડ સ્પીકર લઈને ટ્રાફિક પોલીસના કર્મચારીઓ લોકોને આ નિયમ બાબતે સમજાવશે અને ટ્રાફિક નિયમનની કામગીરી કરવાની સાથે જે કોઈ પણ નિયમનો ભંગ કરશે તેને દંડ ફટકારશે.

પોલીસના આ પ્રયોગને શહેરના કેટલાક લોકોએ સારો પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે, પોલીસ આ કામ કરીને ખૂબ સારી પ્રવૃત્તિ કરે છે, પોલીસ લોકોને જાગૃત કરવાની પહેલ કરે છે. આ ખૂબ પ્રશંસનીય કામગીરી છે. ત્યારે કેટલાક લોકોએ પોલીસની આ કામગીરીને વખોડતા કહ્યું હતું કે, વાહન ચાલકો પોતાનું વાહન લઈને ઝડપથી નીકળી જાય છે. જેના કારણે લોકોને કંઈ સમજાતું નથી અને લોકો સાંભળવા માટે રસ્તા પર ઊભા રહેવાના નથી. જેના કારણે પોલીસનો પ્રયોગ સફળ નહીં થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp