ભ્રષ્ટ અધિકારી પર લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ, વીડિયો વાયરલનું સત્ય જાણો

PC: twitter.com

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ઓફિસમાં અધિકારી પર લોકો ચિલ્લાઇને રજૂઆત કરી રહ્યા છે અને તેમની પર નોટોનો વરસાદ કરીને બોલી રહ્યા છે, લે, ખા, કેટલા રૂપિયા ખાશે? વીડિયોમાં લોકો ગુજરાતી ભાષામાં વાત કરી રહ્યા છે એટલે વીડિયો ગુજરાતનું હોવાનું માનવામાં આવે છે.

એક ચેનલે જ્યારે આ વીડિયોની તપાસ કરી તો ખબર પડી કે વીડિયો સાચો છે અને અમદાવાદના ધોળકા વિસ્તારની નગર પાલિકાનો છે. ધોળકા નગર પાલિકામાં નેતા વિપક્ષ અને કોંગ્રેસ નેતા નુરજહાં સૈયદના નેતૃત્વમાં કેટલાંક લોકો રોડ રસ્તા, ગટરની મુશ્કેલી માટે આવેદન પત્ર આપવા ગયા હતા. પાલિકા અધિકારી પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો. જો કે આ નકલી નોટો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp