અમદાવાદની 7 વર્ષની ખુશીના અપહરણ પછી મામાએ જ દુષ્કર્મ કરી તેની હત્યા કરી

PC: news18.com

અમદાવાદના સોલા વિસ્તારમા રહેતા એક શ્રમજીવી પરિવારની સાત વર્ષની બાળકી ખુશી 13 સપ્ટેમ્બરના ગુમ થઇ ગઇ હતી. પરિવારના સભ્યોએ સાત વર્ષની ખુશીની શોધખોળ કરતા બાળકી ન મળી આવતા તેમને તાત્કાલિક સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને બાળકીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે બાળકીને શોધવા માટે લાઉડ સ્પીકરની પણ મદદ લીધી હતી પરંતુ રાત્રિના સમયે બાળકી ન મળતાં બીજા દિવસે પોલીસે શહેરમાં અલગ-અલગ જગ્યા પર લાગેલા CCTV કેમેરાના ફુટેજની તપાસ શરૂ કરી હતી પરંતુ CCTV ફુટેજમાં પણ પોલીસને બાળકોની શોધખોળ કરવામાં સફળતા મળી નહોતી. ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસને બાળકીનો મૃતદેહ ઓગણજ ટોલનાકા પાસે આવેલા એક ખુલ્લા મેદાનમાં મળી આવ્યો હતો. બાળકીની લાશ કોહવાઈ ગઈ હતી.

પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બે દિવસ પહેલા ગાંધીનગરમાંથી પણ એક બાળકી ગુમ થઈ હોવા મામલે આ બાળકોને ઉઠાવી જતી ગેંગનું કાવતરું હોઈ શકે તેવું માનીને સમગ્ર મામલે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના કલાકમાં જ ખુશીની હત્યાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો.

પોલીસની તપાસમાં સામે આવ્યુ હતું કે, બાળકીની માતાએ જેને ધર્મનો ભાઈ માન્યો હતો તેને બહેનની પુત્રી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, બાળકીની હત્યા ભીખા મિસ્ત્રી નામના ઈસમે કરી છે. 12 સપ્ટેમ્બર ભીખા મિસ્ત્રી નામનો ઇસમ બાળકીને ઘરેથી પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારબાદ ભીખાએ ઓગણજ ટોલનાકા પાસે આવેલા એક ખેતરમાં જઈ બાળકી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. ભીખો મિસ્ત્રી જ્યારે બાળકીના કપડા કાઢી રહ્યો હતો ત્યારે બાળકીએ બૂમાબૂમ કરતા ભીખાને ડર લાગ્યો હતો કે, બાળકી આ વાતની જાણ કોઈને કરી દેશે અને તેનું કૃત્ય સામે આવી જશે એટલા માટે તેને સાત વર્ષની ખુશી પર બળાત્કાર ગુજર્યા પછી તેનું ગળુ દબાવીને તેની હત્યા કરી હતી. 

હત્યા કર્યા પછી તે ખુશીના મૃતદેહને ઘટના સ્થળ પર મૂકીને ફરાર થઇ ગયો હતો. પોલીસને જ્યારે બાળકીની લાશ મળી હતી ત્યારે બાળકોના શરીર પર એક પણ કપડું ન કહ્યું અને ઘટના સ્થળ પરથી બાળકીના કપડાં મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ભીખા મિસ્ત્રીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ FSL રિપોર્ટની રાહ જોઈ રહી છે કારણ કે, FSL રિપોર્ટ માટે જાણવા મળશે કે, ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિને સંડોવણી છે કે નહીં. એવી પણ માહિતી મળી રહી આ સમગ્ર મામલે બાળકીની માતાની પણ કોઈ ભૂંડી ભૂમિકા હોઈ શકે છે પરંતુ હાલ આ બાબતે પોલીસે કોઈ માહિતી આપી નથી પરંતુ પોલીસે મહિલાના ધર્મના ભાઈ ભીખા મિસ્ત્રીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp