રાજપથ ક્લબના સ્વિમિંગ કોચ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

PC: dainikbhaskar.com

રાજપથ ક્લબમાં કિશોરીને માર મારનાર સ્વિમિંગ કોચ પર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ક્લબના સત્તાધીશો દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કોચ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે કિશોરીને માર મારનાર કોચ સામે કાર્યવાહી કરવાની શરૂ કરી છે. તો બીજી તરફ મહિલા આયોગ દ્વારા રાજપથ ક્લબના છેલ્લા 10 દિવાસના CCTV ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે. જે CCTV ફૂટેજમાં અગાઉ પણ કોચ હાર્દિક પટેલે અન્ય કિશોરીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. સ્વિમિંગ કોચ હાર્દિક પટેલે 11 સપ્ટેમ્બરના રોજ એક કિશોરીને માર માર્યો હતો અને બીજી વાર 13 સપ્ટેમ્બરે બીજી બે કિશોરીને માર માર્યો હતો. આ કોચ બે વાર કિશોરીઓને માર મારતો ઝડપાઈ ગયો હોવાના કારણે મહિલા આયોગ CCTV ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરશે.

આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે, 13 સપ્ટેમ્બર 2018ના રોજ રાજપથ ક્લબના સ્વિમિંગ કોચ દ્વારા બે કિશોરીને માર મારતો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાના કારણે રાજપથ ક્લબના મેનેજર દ્વારા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવી છે જેના કારણે સ્વિમિંગ કોચ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp