છારા નગરમાં ધમધમતા દારૂના અડ્ડાઓ પર અમદાવાદ પોલીસે બોલાવ્યો સપાટો

PC: Youtube.com

અમદાવાદમાં થઈ રહેલા દારૂના વેપલાને અટકાવવા માટે અમદાવાદ પોલીસે ફરી એકવાર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદમાં છારા નગર વિસ્તારમાં ખુલ્લેઆમ બૂટલેગરો દારૂનું વેચાણ કરતા હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસ ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો છારા નગર વિસ્તારમાં પહોંચ્યો હતો. છારા નગરમાં સર્ચ કરવા પહોંચેલા પોલીસ કાફલામાં પોલીસ અધિકારી સહિત કોન્સ્ટેબલની સંખ્યાની વાત કરવામાં આવે તો 1 DCP, 2 ACP, 3 PI, 7 PSI અને 150 પોલીસના કાફલાએ સમગ્ર વિસ્તારની ઘેરબંધી કરી હતી. 150 પોલીસ કર્મીના કાફલાએ દારૂનો વેપલો ચલાવતા છારા નગરના અલગ અલગ મકાનોમાં તપાસ આદરી હતી. તપાસ દરમિયાન પોલીસને જે જે જગ્યા પરથી દેશી દારૂ મળી આવ્યો હતો ત્યાં દારૂનો પોલીસે સ્થળ પર જ નાશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં છારા નગર વિસ્તાર દેશી દારૂના વેચાણનું સૌથી મોટું સેન્ટર માનવામાં આવે છે. આ સ્થળ પર પોલીસે અનેકવાર દરોડા પાડીને દારૂના મોટ્ટા જથ્થાનો નાસ કર્યો છે. જો કે હાલ નવરાત્રીના તહેવારમાં મોડી રાત્રે લોકો દારૂ પીને ગાડી ચલાવતા હોય છે અને પોલીસના હાથે પકડાતા પણ હોય છે. આ બાબતને ધ્યાને રાખીને લોકોની સુરક્ષા માટે DCP દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલાને સાથે રાખીને છારા નગરમાં સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક દારૂના મુદ્દા માલને પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે અને દારૂનું વેચાણ કરતા બૂટલેગરોની ધરપકડ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp