અમદાવાદના આ પોલીસ સ્ટેશનમાં શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા પણ નથી

PC: Youtube.com

એક તરફ અમદાવામાં પોલીસ સ્ટેશનોને આધુનિક બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ તેની વરવી પરિસ્થિતિ પણ સામે આવી રહી છે. અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન અમદાવાદ મહાનગર પાલિકાની દુકાનોમાં બનાવવામાં આવ્યું છે. આ પોલીસ સ્ટેશન બન્યાને 3 વર્ષથી વધારે સમય થઈ ગયો છે. મહાનગર પાલિકાની દુકાનોમાં બનેલા પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત 80 પોલીસ કર્મચારી ફરજ બજાવે છે પરંતુ અહીં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને પીવાના પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા નથી.

સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક સુવિધાઓ ન હોવાના કારણે પોલીસ કર્મીઓ પાણીના જગ મંગાવે છે અને તેમણે શૌચાલય માટે પોલીસ સ્ટેશનથી દોઢ કિલોમીટર દૂર આવેલા રિવરફ્રન્ટના શૌચાલયમાં જવું પડે છે. રાત્રિના સમયે રિવરફ્રન્ટ ગાર્ડનના ગેટ બંધ રહેતા મહિલા પોલીસને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પોલીસ કર્મીની આ તકલીફથી પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ જાણકાર છે છતાં પણ કોઈ નિવેડો ન આવતા હાલાકી વચ્ચે પણ પોલીસ કર્મીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે શૌચાલય બનાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશને રિવરફ્રન્ટ પાસે એક જમીન ફાળવવામાં આવી છે પણ આ જગ્યા પર શૌચાલય ક્યારે બનાવવામાં આવશે એ કોઈને ખબર નથી. સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં આવતા લોકો અને ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પ્રાથમિક સુવિધા મળશે તેવી આશા લાંબા સમયથી રાખી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, સરકાર અથવા કોર્પોરેશન કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવે છે કે, પછી પોલીસ કર્મીને હેરાન ગતિનો સમય ગાળો લંબાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp