વેલેન્ટાઇન ડેના દિવસે અમદાવાદ પોલીસ પણ બજરંગ દળમાં જોડાઈ ગઈ

PC: youtube.com

આમ તો પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું હોય છે, પરંતુ સત્તામાં કોણે બેઠું છે તે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની વ્યાખ્યા નક્કી થાય છે. સામાન્ય પોલીસ પોતાની મિલકતની તકરાર લઈ પોલીસ પાસે જાય તો પોલીસ દિવાની ફરિયાદ છે તેમ કહી તેમને કાઢી મૂકે છે. તાજેતરમાં પાલડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદનો કબજો અપાવવા માટે પોલીસના ધાડા ઉતરી પડ્યા હતા. કારણ પ્રવિણ તોગડીયા પાસે આ મકાનનો કબજો લઈ લેવામાં આવે તેવી ભાજપની ઈચ્છા હતી. હવે બજરંગ દળનો હવાલો પણ ભાજપ તરફી નેતાઓ પાસે હોવાને કારણે વેલેન્ટાઇન ડેના દિવસે અમદાવાદ પોલીસ જાણે બજરંગ દળનો ભાગ હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી.

હમણાં સુધી વિશ્વ હિન્દુ પરિષદના કર્તાહર્તા પ્રવિણ તોગડીયા હતા, ત્યારે વેલેન્ટાઇન ડેના દિવસે જાહેર સ્થળઓ બેઠેલા યુગલોને પજવતા બજરંગ દળના નેતાઓને પોલીસ ભગાડી દેતી હતી, પણ હવે બજરંગ દળનું નેતૃત્વ બદલાયું અને ભાજપ તરફ નેતાઓના હાથમાં આવ્યા તેના કારણે પોલીસે પણ હવે પવનની દિશા પ્રમાણે પોતાનો વ્યવહાર પણ બદલી નાખ્યો છે. અમદાવાદના બગીચાઓ અને ખાસ કરી રીવરફ્રન્ટ ઉપર મોટી સંખ્યામાં પ્રેમી યુગલો આમ દિવસોમાં પણ આવતા હોય છે અને જ્યારે વેલેન્ટાઇન ડે હોય ત્યારે પ્રેમીઓની સંખ્યા વિશેષ હોય છે.

વેલેન્ટાઇન ડેના દિવસે પહેલાથી અમદાવાદ પોલીસે બગીચાઓ રીવરફ્રન્ટ ઉપર પોલીસ ગોઠવી દીધી હતી. આમ તો પોલીસે ત્યાં આવેલા પ્રેમીઓને કોઈ પરેશાન કરે નહીં, તેનું ધ્યાન રાખવાનું હતું પરંતુ રાજકીય આકાઓ જે પોલીસની બદલી કરવામાં સમર્થ છે તેમને શુ પસંદ પડશે, તેવો વ્યવહાર પોલીસે કર્યો હતો. પોલીસે પ્રેમી યુગલોને ભગાડી મૂકવા આવેલા બજરંગ દળના નેતાઓ સામે કાર્યવાહી કરવાને બદલે ખુદ પોલીસે પ્રેમી યુગલોને જાહેર સ્થળ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. આમ પોલીસ પણ જાણે પ્રેમ કરનારની વિરુદ્ધ અને બજરંગ દળનો ભાગ હોય તેવી પ્રતિતિ થઈ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp