અમદાવાદમાં વિવાદિત આશારામના બેનરો લાગતા થયો વિવાદ

PC: youtube.com

અમદાવાદમાં ફરી એકવાર બળાત્કારના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આશારામના પોસ્ટરો લગતા વિવાદ સર્જાયો છે. 14મી ઓગસ્ટના દિવસે વેલેન્ટાઇન નહીં પરંતુ, માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવા આશારામે તેના અનુયાયીઓને જણાવ્યુ હતું. જેના કારણે આશારામના અનુયાયીઓ આશારામ જેલમાં હોવા છતાં પણ આ દિવસની ઉજવણી કરે છે. જેને લઇને આશારામના સમર્થકો દ્વારા આ પ્રકારના બેનરો અમદાવાદમાં લગાડવામાં આવ્યા છે. બળાત્કાર જેવા ગંભીર ગુનામાં આશારામ જેલમાં સજા ભોગવી રહ્યો છે, ત્યારે તેમના આશ્રમને આ પ્રકારના પોસ્ટરો લગાડવાની પરવાનગી કોના દ્વારા આપવામાં આવી તે પણ એક ચર્ચાનો વિષય છે.

ઉલેખનીય છે કે, આ થોડા દિવસ પહેલા આશારામના પોસ્ટરને લઇને જ અમદાવાદ મહાનગર પાલિકા વિવાદમાં ઘેરાઈ હતી. કારણ કે, એક સરકારી ઓફિસ નજીક 14 ફેબ્રુઆરીના રોજ માતૃ-પિતૃ વંદના દિવસ તરીકે ઉજવણી કરવાનો સંદેશ આપતું આશારામનું એક પોસ્ટર લગાડવામાં આવ્યું હતુ. જેના કારણે લોકોમાં અમદાવાદ મહાનગર પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. તે સમયે લોકોએ AMC સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને આ સ્થાન આપવું યોગ્ય નથી. આ રીતે સરકારી ઇમારત નજીક પોસ્ટર લગાવવામાં આવે તે વ્યાજબી ન કહેવાય અને આવી રીતે કોઈ પોસ્ટર લગાડવાની મંજૂરી આપવી ન જોઈએ.

લોકોમાં રોષ જોઈને AMCના અધિકારીઓએ તાત્કાલિક પોસ્ટરો ઉતારી લેવાના અદેશ આપ્યા હતા. એકવાર AMCને આશારામના પોસ્ટરોને કારણે લોકોના રોષનો સામનો કરવો પડ્યો છે ત્યારે ફરી એકવાર આશારામના પોસ્ટરો લગાડવાની પરમિશન આપીને AMC શાંતિના માહોલને ડહોળવાનો પ્રયાસ કરતી હોય તેવુ લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp