રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુરતમાં કોળી સમાજના મહોત્સવમાં વર્ચ્યુઅલ હાજરી આપશે

PC: khabarchhe.com

સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજના સુવર્ણ જયંતિ મહોત્સવ યોજવામાં આવશે. દેશના 18 રાજ્યમાં અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન છે. સાંસદ, ધારાસભ્ય, ડોક્ટર, એન્જિનીયર ,આઇ.એ.એસ, આઇ.પી.એસ 14 મી મેના રોજ સાંજે 5:00 કલાકે આ કાર્યક્રમમાં હાજરી આપશે. વિશ્વમાં 20 કરોડ જેટલી વસ્તી છે આ સમાજની.

સુરતમાં યોજાઇ રહેલો કોળી સમાજનો આ મહોત્સવ મહત્ત્વનો રહેશે. કામરેજની અંદર દાદા ભગવાન મંદિરમાં ઉજવણી કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રપતિની હાજરી મહત્ત્વની યોજવામાં આવશે. સમાજનો આ મોટો કાર્યક્રમ છે. જેમાં ઘણા સમયથી તૈયારીઓ ચાલી રહી હતી. કોઈ પણ રાજ્યમાં નહીં અને ગુજરાતમાં આ આયોજન કરવામાં આવ્યું છે.

સુરતમાં અખિલ ભારતીય આ મહોત્સવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા વર્ચ્યુઅલ સંબોધન પણ કરવામાં આવશે.

ખાસ કરીને સમાજના 50 વર્ષ પૂર્ણ થવાની આવતી કાલે ઉજવણી કરવામાં આવશે. કામરેજમાં ભવ્ય ઉજવણી માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં સમાજના લોકો કાર્યક્રમમાં જોડાશે. આ કાર્યક્રમને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં સુરતની અંદર લોકો આ કાર્યક્રમની અંદર હાજરી આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp