26th January selfie contest

VIDEO: અમદાવાદના સ્વિમિંગ કોચે કિશોરીને પટ્ટાથી ફટકારી

અમદાવાદની રાજપથ ક્લબ ફરી એકવાર વિવાદમાં આવી છે. રાજપથ ક્લબનો કોચ સ્વિમિંગ શીખવા આવતી કિશોરીઓને પટ્ટા વડે માર મારતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. શિક્ષકો બાદ હવે શહેરની મોટી અને પ્રતિષ્ઠિત ક્લબના કોચ પણ બેફામ બન્યા છે અને આ રીતે કોઈ કિશોરીને ફટકારે એ ખૂબ શરમજનક કહેવાય. આ ઘટનાનો વીડિયો જોતા એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, આ ક્લબમાં મહિલાઓને તરવાનું શીખવવા માટે મહિલા કોચની વ્યવસ્થા કેમ કરવામાં નથી આવી? મહિલા કોચ ન હોવાના કારણે પુરૂષ કોચ કિશોરીઓને તરવાનું શીખવી રહ્યો છે પરંતુ આ પુરૂષ કોચ યુવતીઓએ માર મારી શકે તેવો અધિકાર તેને કોણે આપ્યો? આ ઘટના પરથી એવું સાબિત થાય છે કે અમદાવાદની પ્રતિષ્ઠિત ક્લબમાં કોઈ નીતિ નિયમનું પાલન થતું નથી. હાલ તો એક જ વીડિયો સામે આવ્યો છે પરંતુ ભૂતકાળમાં આવી કેટલીય ઘટનાઓ બની હશે કે જે સામે ન આવી હોય!

આ ઘટના બાબતે રાજપથ ક્લબના ચેરમેન જગદીશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આ જે ઘટના બની છે તે ખૂબ શરમજનક ઘટના કહેવાય. આ ઘટના બાબતે કોચ અને કિશોરીના માતાપિતાને મળવા માટે બોલાવ્યા છે. આ ઘટના બાબતે કોચ પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp